________________
૩૪૦ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
અને ચંદ્ર સાડાચોવીસ હજાર યોજનની ઊંચાઈએ છે. (૨૫) કેટલાક અન્ય તીર્થિકો કહે છે કે સૂર્ય પચ્ચીસ હજાર યોજન અને ચંદ્ર સાડાપચ્ચીસ હજાર યોજનની ઊંચાઈએ છે. સમતલ ભૂમિની ચંદ્રાદિની ઊંચાઈ:| २ वयं पुण एवं वयामो- ता इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्तणउइ जोयणसए उड्डे उप्पइत्ता हेट्ठिल्ले ताराविमाणे चारं चरइ, अट्ठ जोयणसए उड्डे उप्पइत्ता सूरविमाणे चारं चरइ, अट्ठ असीए जोयणसए उड्डे उप्पइत्ता चंदविमाणे चारं चरइ, णव जोयणसयाई उड्टुं उप्पइत्ता उवरिल्ले ताराविमाणे चारं तरइ ।
हेट्ठिल्लाओ तारा विमाणाओ दस जोयणाई उड्डे उप्पइत्ता सूरविमाणे चारं चरइ, णउई जोयणाई उड्डे उप्पइत्ता चंदविमाणे चारं चरइ, दसोत्तरं जोयणसयं उड्ढे उप्पइत्ता उवरिल्ले तारारुवे चारं चरइ, ता सूरविमाणाओ असीई जोयणाई उड्डे उप्पइत्ता चंद विमाणे चारं चरइ, जोयण सयं उड्डे उप्पइत्ता उवरिल्ले तारारुवे चार चरइ, ता चंदविमाणाओ णं वीसं जोयणाई उठं उप्पइत्ता उवरिल्ले तारारूवे चारं चरइ ।
एवमेव सपुव्वावरेणं दसुत्तरंजोयणसय बाहल्ले तिरियमसंखेज्जे जोइसविसए जोइसचार चरइ आहिएति वएज्जा । ભાવાર્થ :- ભગવાન આ પ્રમાણે કહે છે કે આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂમિભાગથી અર્થાત્ આપણી આ પૃથ્વીના મેરુ પર્વત સમીપના સમભૂમિ ભાગથી ૭૯0 યોજન ઊંચાઈએ નીચે રહેનારા તારાઓના વિમાનો પરિભ્રમણ કરે છે, સમ પૃથ્વીથી ૮00 યોજનની ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે, ૮૮૦ યોજનની ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે, ૯00 યોજનની ઊંચાઈએ ઉપર રહેનારા તારાઓના વિમાન પરિભ્રમણ કરે છે.
(સમપુથ્વીથી ૭૯૦ યોજનની ઊંચાઈએ) નીચે રહેનારા તારાઓના વિમાનથી ૧૦ યોજન ઊંચે સૂર્ય વિમાન, ૯૦ યોજન ઊંચે ચંદ્ર વિમાન, એકસો દસ(૧૧૦) યોજન ઊંચે ઉપર રહેનારા તારા વિમાનો પરિભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી ૮૦ યોજન ઉપર ચંદ્ર વિમાન અને ૧૦0 યોજન ઊંચે ઉપર રહેનારા તારા વિમાનો પરિભ્રમણ કરે છે. ચંદ્ર વિમાનથી ૨૦યોજન ઊંચે ઉપર રહેનારા તારાવિમાનો પરિભ્રમણ કરે છે.
આ રીતે ઊંચે ૭૯૦ થી ૯00 યોજન સુધી એટલે કુલ મળીને(પૂર્વી પરના મેળથી) એકસો દસ યોજનમાં અને તીર અસંખ્યાત યોજનના ક્ષેત્રમાં જ્યોતિષ્ક દેવો વિચરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક દેવોના ક્ષેત્રનું કથન છે. આપણી આ પૃથ્વીના સમભૂમિ ભાગથી ૭૯૦ યોજન ઊંચાઈથી શરૂ કરી ૯00 યોજન સુધીનું ૧૧૦ યોજનનું ક્ષેત્ર તથા તીરછું અસંખ્યાત યોજનની પહોળાઈવાળું ક્ષેત્ર જ્યોતિષ્ક ક્ષેત્ર કહેવાય છે. તેમાં અઢીદ્વીપ ક્ષેત્રના ચંદ્રાદિ વિમાનો મેરુને ફરતા