________________
૩૩s |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
આભુષણોને ધારણ કરનારા તે ચંદ્ર દેવ અને સૂર્ય દેવ અવ્યવચ્છિન્ન નય પ્રમાણે અર્થાતુ દ્રવ્યથી આયુષ્યનો ક્ષય થાય ત્યારે અન્ય(પૂર્વોત્પન્ન) ઐવિત થાય છે અને અન્ય ઉત્પન્ન થાય છે.આ રીતે ચંદ્ર દેવ-સૂર્ય દેવનું ચ્યવન અને ઉપપાત કહ્યો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર અને સૂર્યના ચ્યવન(મરણ)–ઉપપાત (જન્મ) વિષયક વર્ણન છે. ચંદ્ર અને સૂર્ય દેવની સ્થિતિ સાધિક એક પલ્યોપમની છે. આયુષ્ય પૂર્ણ થતાં તે દેવ ત્યાંથી ચ્યવી અન્યત્ર જન્મ ધારણ કરે છે અને અન્ય કોઈ જીવ ત્યાં ચંદ્ર-સૂર્યદેવ રૂપે ઉત્પન્ન થાય છે. આ રીતે ચંદ્ર-સૂર્ય અનાદિ-અનંતકાથી તે જ રૂપે રહે છે.
ચંદ્ર-સૂર્યદેવ જે વિમાનમાં રહે છે, તે વિમાનો પૃથ્વીકાયમય છે. તે પૃથ્વીકાયના જીવો પણ પોતાના આયુષ્યાનુસાર જન્મ-મૃત્યુ કરતા રહે છે. નવા ઉત્પન્ન થતાં પૃથ્વીકાયના જીવો તે જ વિમાનના આકારને ધારણ કરે છે, તેથી તે જ્યોતિષ્ક વિમાનો તે જ આકારે શાશ્વત રહે છે.
ચંદ્ર-સૂર્યદેવ
શ કરતા રહે છે.
આકારે શાશ્વત
- સત્તરમું પ્રાભૃત સંપૂર્ણ છે.