________________
પ્રાભૂત-૧૮: પરિચય |
[ ૩૩૭ ]
અઢારમું પ્રાભૂત પરિચય DRORRORORROR
પ્રસ્તુત અઢારમા પ્રાભૂતમાં ચંદ્ર-સૂર્ય વગેરે જ્યોતિષ્ક દેવવિમાનોની ભૂમિથી ઊંચાઈ(૩qતે – ૨//રૂ)નું તથા જ્યોતિષ્ક વિમાનોની લંબાઈ-પહોળાઈ, પરિધિ, જ્યોતિષ્ક દેવોની ઋદ્ધિ, સ્થિતિ આદિનું વર્ણન છે.
જંબૂદ્વીપ જે ભૂમિભાગ ઉપર મેરુપર્વત સ્થિત છે, તે સમભૂમિભાગથી ૭૯૦ યોજનની ઊંચાઈથી ૯૦૦ યોજનની ઊંચાઈ સુધીના ૧૧૦ યોજનના આકાશ ક્ષેત્રમાં યથાસ્થાને નક્ષત્રો, ગ્રહો અને તારાઓના મંડળો છે. સમભૂમિભાગથી ૮00 યોજનની ઊંચાઈએ સૂર્ય અને ૮૮૦ યોજનની ઊંચાઈએ ચંદ્ર મંડળ છે.
જ્યોતિષ્ક દેવોમાં ચંદ્ર-સૂર્ય ઇન્દ્રરૂપ છે. મધ્ય લોકમાં અસંખ્યાત ચંદ્ર અને અસંખ્યાત સૂર્ય છે. એક-એક ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપે ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી તારાઓ છે. અઢીદ્વીપના જ્યોતિષ્ક દેવ વિમાનો નિરંતર મેરુપર્વતને કેન્દ્રમાં રાખી પરિભ્રમણ કરે છે. અઢીદ્વીપની બહારના ચંદ્રાદિ દેવ વિમાનો સ્થિર છે.
સૂર્ય-ચંદ્ર, ગ્રહ, નક્ષત્રના પ્રથમ મંડળ મેરુપર્વતથી ૪૪,૮૨0 યોજન દૂર છે. તારાઓનું પ્રથમ મંડળ મેરુપર્વતથી ૧૧૨૧ યોજન દૂર છે. અંતિમ તારાઓ મધ્ય લોકના લોકાંતથી ૧૧૧૧ યોજન દૂર છે.
મેરુપર્વતને પ્રદક્ષિણા કરતા જ્યોતિષ્ક વિમાનોમાં તારા વિમાનોની ગતિ સૌથી વધુ છે. ત્યાર પછી ક્રમશઃ નક્ષત્ર, ગ્રહ, સૂર્ય અને ચંદ્રની ગતિ મંદ છે. ઋદ્ધિમાં સૌથી વધુ ઋદ્ધિ સંપન્ન ચંદ્ર દેવ છે અને ત્યાર પછી ક્રમશઃ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા અલ્પઋદ્ધિવાળા છે, તેમ છતાં પૂર્વભવમાં તપ,નિયમ, બ્રહ્મચર્યાદિનું આચરણ કરનાર તારા દેવો ચંદ્ર તુલ્ય અથવા ચંદ્ર કરતા કંઈક જ ન્યૂન ઋદ્ધિને પ્રાપ્ત થાય છે.
સર્વ જ્યોતિષ્ક દેવોના વિમાન અર્ધકોઠાના આકારવાળા સ્ફટિકમય હોય છે. ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ યોજન, સૂર્યવિમાનની યોજન, ગ્રહવિમાનની " યોજન, નક્ષત્ર વિમાનની ૧૬ યોજન અને તારા વિમાનની સાધિકા યોજન છે.
સિંહ રૂપધારી, ગજરૂપધારી, વૃષભ રૂપધારી અને અશ્વરૂપધારી ૪૦૦૦-૪૦૦૦ આભિયોગિક(નોકર) દેવો, કુલ ૧૬000 દેવો ક્રમશઃ પૂર્વાદિ ચાર દિશામાં રહીને ચંદ્ર વિમાનને ચલાવે છે. તે જ રીતે સૂર્યવિમાનનું ૧૬000 દેવો, ગ્રહ વિમાનનું ૮000 દેવો, નક્ષત્ર વિમાનનું ૪000 દેવો અને તારા વિમાનનું ૨૦૦૦ દેવો વહન કરે છે.
બે તારાઓ વચ્ચે વ્યાઘાતિક અંતર જઘન્ય ૨૬૬ યોજન છે અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪ર યોજન છે. તારાઓનું નિર્વાઘાતિક અંતર જઘન્ય ૫00 યોજન અને ઉત્કૃષ્ટ બે ગાઉ છે.
ચંદ્રન્દ્ર-સૂર્યેન્દ્ર ચાર-ચાર અગ્રમહિષીઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો, ૩ પરિષહ, ૭ સેના, ૭ સેનાધિપતિનું સ્વામીત્વ ધરાવે છે.
જ્યોતિષ્ક દેવોની સ્થિતિ જઘન્ય 3 પલ્યોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧ પલ્યોપમની છે. સૌથી વધારે સ્થિતિ ચંદ્રની છે અને સૌથી અ૫સ્થિતિ તારાઓની છે.