________________
પ્રાભૃત-૧૭
૩૯૫
સત્તરમું પ્રભુતા ચ્યવન-ઉપપાત
ચંદ્ર, સૂર્યના ચ્યવન અને ઉપપાત વિષયક ર૫ પ્રતિપતિઓ:| १ ता कहं ते चवणोववाया आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ पणवीस पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थ एगे एवमाहंसु- ता अणुसमयमेव चंदिम-सूरिया अण्णे चयंति अण्णे उववज्जति, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता अणुमुहुत्तमेव चंदिम-सूरिया अण्णे चयति अण्णे उववज्जति । एवं जहेव हेट्ठा तहेव जाव एगे पुण एवमासु- ता अणुओसप्पिणी उस्सप्पिणीमेव चदिम-सूरिया अण्णे चयति अण्णे उववज्जति, एगे एवमाहसु । ભાવાર્થ :- પ્રશ્ન-ચંદ્ર અને સૂર્યનું ચ્યવન(મરણ) અને ઉપપાત કેવી રીતે થાય છે? ઉત્તર- ચંદ્ર અને સૂર્યના ચ્યવન-ઉપપાત વિષયક ૨૫ પ્રતિપત્તિઓ કહી છે, યથા(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રતિ સમયે અન્ય ચંદ્ર-સૂર્ય ચ્યવન પામે છે અને અન્ય ચંદ્ર-સૂર્ય ઉત્પન્ન થાય છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રતિ મુહૂર્તે અન્ય ચંદ્ર-સૂર્ય ચ્યવન પામે છે અને અન્ય ચંદ્ર-સૂર્ય ઉત્પન્ન થાય છે. (૩ થી ૨૪) આ રીતે પૂર્વે છઠ્ઠા પ્રાભૃતમાં કહ્યું છે તેમ(અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વ, સો પૂર્વ, હજાર પૂર્વ, લાખ પૂર્વ, પલ્યોપમ, સો પલ્યોપમ, હજાર પલ્યોપમ, લાખ પલ્યોપમ, સાગરોપમ, સો સાગરોપમ, હજાર સાગરોપમ, લાખ સાગરોપમ કહેવું) થાવત્ (૨૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રત્યેક અવસર્પિણી ઉત્સર્પિણી કાલે અન્ય ચંદ્ર-સૂર્ય ચ્યવન પામે છે અને અન્ય ચંદ્ર-સૂર્ય ઉત્પન્ન થાય છે. ચંદ્રાદિ દેવના ઉત્પાદ-ચ્યવન - | २ वयं पुण एवं वयामो- ता चंदिम-सूरियाणं देवा महिड्डिया महाजुईया महाबला महाजसा महासोक्खा महाणुभावा वरवत्थधरा वरमल्लधरा वरगंधधरा वराभरणधरा अव्वोच्छित्तिणयट्ठयाए काले अण्णे चयति अण्णे उववज्जति चवणोववाया आहिएति वएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- ભગવાન એમ કહે છે કે મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાબળવાળા, મહાયશસ્વી, મહાસુખસંપન્ન, મહાપ્રભાવશાળી, શ્રેષ્ઠ વસ્ત્ર, ઉત્તમ માળાઓ, શ્રેષ્ઠ સુગંધ અને શ્રેષ્ઠ