________________
३३४
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રક્ષપ્તિ સૂત્ર
સત્તરમું પ્રાભૂત
પરિચય HORRORĐRORROR પ્રસ્તુત સત્તરમા પ્રાભૂતમાં ચંદ્રદેવ અને સૂર્યદેવના ચ્યવન–ઉપપાત(ચયળોવવાય -/૨/૩)નું કથન છે.
ચંદ્ર અને સૂર્ય જ્યોતિષી દેવોના ઇન્દ્ર છે. તેના વિમાનો અઢીદ્વીપમાં સતત પરિભ્રમણ કરી રહ્યા છે. તે વિમાનો રત્નમય, પ્રકાશમય પૃથ્વીકાયરૂપ છે. તેમાં પૃથ્વીકાયના જીવો પોતાના આયુષ્ય પ્રમાણે જન્મ-મરણ કર્યા કરે છે અને પુદ્ગલોમાં પણ ચય–ઉપચય થયા જ કરે છે. તેમ છતાં ચંદ્ર-સૂર્યના વિમાનો ત્રિકાલ શાશ્વત છે. સંક્ષેપમાં તે વિમાનો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અશાશ્વત છે. તે જ રીતે ચંદ્રદેવ અને સૂર્યદેવ પણ જ્યોતિષીદેવ જાતિની અપેક્ષાએ શાશ્વત છે અર્થાત્ હંમેશાં ચંદ્રદેવ અને સૂર્યદેવ હોય છે. તેનો અભાવ થતો નથી, પરંતુ એક દેવનું આયુષ્ય પૂર્ણ થતાં તેનું ચ્યવન થાય અને ત્યાં બીજો કોઈ જીવ ચંદ્ર દેવ કે સૂર્યદેવ રૂપે જન્મ ધારણ કરે છે. આ રીતે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે અશાશ્વત છે.