________________
| પ્રાભૃત-૧૬
૩૩૩
સોળમું પ્રાભૃત પ્રકાશાદિ લક્ષણ
પ્રકાશ તથા અંધકાર આદિના લક્ષણ:| १ ता कहं ते दोसिणालक्खणे आहिएति वएज्जा ? ता चंदलेस्साइ य दोसिणाइ य । दोसिणाइ य चंदलेस्साइ य के अटे किं लक्खणे ? ता एगढे एगलक्खणे। ભાવાર્થ:- પ્રશ્ન- જ્યોત્સના-પ્રકાશનું લક્ષણ શું છે? ઉત્તર- ચંદ્રની લશ્યાને જ જ્યોત્સના-પ્રકાશ કહે છે. પ્રશ્ન-જ્યોત્સના અને ચંદ્રલેશ્યાનો શું અર્થ છે અને શું લક્ષણ છે? ઉત્તર-બંનેનો અર્થ એક જ છે અને લક્ષણ પણ એક જ છે. | २ ता कहं ते आतवलक्खणे आहिएति वएज्जा ? ता सूरलेस्साइ य आयवेइ य । ता सूरलेस्साइ य आयवेइ य के अढे किं लक्खणे ? ता एगढे एगलक्खणे। ભાવાર્થ – પ્રશ્ન–આતપનું શું લક્ષણ છે? ઉત્તર- સૂર્યની ગ્લેશ્યા(સૂર્યપ્રકાશ)ને આતપ કહે છે. પ્રશ્નસૂર્યની વેશ્યા અને આતપનો શું અર્થ છે અને શું લક્ષણ છે? ઉત્તર- આ બંન્નેનો અર્થ એક છે અને લક્ષણ પણ એક જ છે. | ३ ता कहं ते छायालक्खणे आहिएति वएज्जा ? ता छायाइ य अंधकारेइ य। ता छायाइ य अंधकारेइ य के अटे किं लक्खणे ? ता एगढे एगलक्खणे। ભાવાર્થ:- પ્રશ્ન- છાયાનું શું લક્ષણ છે ? ઉત્તર- છાયા જ અંધકાર રૂપ છે. પ્રશ્ન- છાયા અને અંધકારનો શું અર્થ છે અને શું લક્ષણ છે? ઉત્તર- બંનેનો અર્થ એક છે અને લક્ષણ પણ એક છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પ્રકાશ, અંધકાર અને છાયાના લક્ષણનું કથન છે. ચંદ્રનું લક્ષણ પ્રકાશ છે. જ્યોન્ઝા, પ્રકાશ, ચંદ્ર વેશ્યા વગેરે શબ્દો એકાર્થક છે.
સૂર્યનું લક્ષણ પ્રકાશ અને તાપ છે. તાપ, આતપ, સૂર્ય વેશ્યા વગેરે શબ્દો સમાનાર્થક છે.
છાયાનું લક્ષણ અંધકાર છે. ચંદ્ર અને સૂર્યના પ્રકાશનો અભાવ છાયા અથવા અંધકાર કહેવાય છે, જ્યાં પ્રકાશ આવરિત થાય ત્યાં અંધકાર ફેલાય છે.
પ્રકાશ, અંધકાર, તાપ, છાયા વગેરે પુદ્ગલ દ્રવ્યના વિવિધ પર્યાયો છે.
| સોળમું પ્રાભૃત સંપૂર્ણ છે