________________
[ ૩૩૨ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
સોળમું પ્રાભૂત પરિચય DROORODROOR
પ્રસ્તુત સોળમા પ્રાભૃતમાં પ્રકાશ, આતપ અને અંધકારના લક્ષણનું (૬ રસિક-તલ્લાં ? -૧/૨/૩) પ્રતિપાદન છે.
ચંદ્ર અને સુર્ય બંનેના વિમાનો પ્રકાશમય છે. તેમ છતાં બંનેના પ્રકાશમાં તરતમતા છે. ચંદ્ર વિમાનના પૃથ્વીકાય જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે, તેથી ચંદ્રનો પ્રકાશ શીત અને સૌમ્ય છે, તેને માટે સૂત્રકારે જ્યોખ્ખા શબ્દનો પ્રયોગ કર્યો છે. સૂર્ય વિમાનના પૃથ્વીકાયના જીવોને આતપ નામ કર્મનો ઉદય હોય છે, તેથી સૂર્યનો પ્રકાશ ઉષ્ણ છે. સૂત્રકારે ઉષ્ણ પ્રકાશ માટે “આતા’ શબ્દનો પ્રયોગ કર્યો છે અને ચંદ્ર તથા સર્ય બંનેના પ્રકાશનો અભાવ છાયા-અંધકારરૂપ છે.
આ રીતે શીત પ્રકાશ રૂપ જ્યો—ા ચંદ્રનું લક્ષણ છે, ઉષ્ણ પ્રકાશરૂપ આતપ સૂર્યનું લક્ષણ છે અને પ્રકાશાભાવ રૂ૫ અંધકાર છાયાનું લક્ષણ છે.
પ્રકાશ અને અંધકાર બંને પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે.