________________
પ્રાભૃત-૧૫
[ ૩૩૧]
इच्चेसा मुहुत्तगई रिक्खातिमास-राइंदिय-जुगमंडल-पविभत्ती सिग्धगई वत्थू आहिएति वएज्जा त्ति बेमि । ભાવાર્થ :- પ્રશ્ન– એક યુગમાં ચંદ્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક યુગમાં એક ચંદ્ર ૮૮૪ પરિપૂર્ણ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન- એક યુગમાં સૂર્ય કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક યુગમાં એક સૂર્ય ૯૧૫ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન- એક ય ગમાં નક્ષત્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક યુગમાં નક્ષત્ર ૧૮૩૫ (૯૧૭ મંડળ) ઉપર પરિભ્રમણ કરે છે.
આ રીતે અહીં(આ પંદરમા પ્રાભૂતમાં) ચંદ્રાદિની મુહૂર્ત ગતિ, નક્ષત્ર માસ વગેરે પાંચ પ્રકારના માસમાં અહોરાત્ર પ્રમાણ, યુગની મંડળ સંખ્યાની પ્રરૂપણા તથા ચંદ્રાદિમાં શીઘ્ર મંદ ગતિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં પાંચ વર્ષના એક યુગમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની મંડળ સંખ્યાનું નિરૂપણ છે. (૧) એક યુગના ૧૮૩૦ અહોરાત્ર અને(૧૮૩૦ x ૩૦ મુહૂર્ત) ૫૪૯૦૦ મુહૂર્ત છે. ચંદ્ર એક મુહૂર્તમાં ૧૭૭૪. મંડળના ભાગ ઉપર ચાલે, તો યુગના પ૪,૯૦૦ મુહૂર્તમાં કેટલા મંડળ ચાલે? આ રીતે ત્રિરાશી મૂકતાં– ૫૪૯૦૦ મુહૂર્ત x ૧૭૬૮ મંડળ ભાગ = ૯૪૨૭૦ ૮૮૪ મંડળ એક યુગમાં થાય છે.
ચંદ્ર એક યુગમાં ૮૮૪ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. (૨) સૂર્ય એક મુહૂર્તમાં 63 મંડળ ભાગ ઉપર ચાલે તો યુગના ૫૪,૯૦૦ મુહૂર્તમાં કેટલા મંડળ ચાલે? આ રીતે ત્રિરાશિ મૂકતાં યુગના મુહૂર્ત ૫૪,૯૦૦ x ૩૦ =
૧ ૦૦૦ = ૯૧૫ સૂર્ય મંડળ એક યુગમાં થાય છે.
સૂર્ય એક યુગમાં ૯૧૫ ઉપર પરિભ્રમણ કરે છે. (૩) નક્ષત્ર એક મુહૂર્તમાં મંડળ ભાગ ઉપર ચાલે તો યુગના ૫૪,૯૦૦ મુહૂર્તમાં કેટલા મંડળ ચાલે? આ રીતે ત્રિરાશિ મૂકતા– યુગના મુહૂર્ત ૫૪૯00 x ૧૮૩૫ = ૧૦૪૧૫૦૭ – ૯૧૭ મંડળ ઉપર નક્ષત્ર એક યુગમાં ચાલે છે.
નક્ષત્ર એક યુગમાં ૯૧૭ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
- ૫ પંદરમું પ્રાભૃત સંપૂર્ણ
પર