SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ( 5. પૂછ્યું, આ શું છે? નોઈન્દ્રિયે વાચા દેવી દ્વારા કહ્યું... હે નયન કીકીદેવી જુઓ ! આ જગતમાં ત્રણ લોક છે. તેમાં નીચેનો લોક અંધકારમય છે, ઉપર દિવ્ય લોક છે અને આ બંનેની મધ્યમાં અંધકાર-પ્રકાશથી મિશ્રિત મધ્યલોક છે. તે અંધકાર-પ્રકાશથી મિશ્રિતલોકમાં કર્મભૂમિના માનવો બુદ્ધિમાન, પ્રજ્ઞાશીલ, પરમ ચરમ શક્તિના પૂંજવાળા છે. તેવી પરમ શક્તિને પ્રગટ કરનાર પરમાત્માએ આ જગતનું દશ્ય દર્શાવતા મધ્યલોકની ઉપર સાતસો નેવુંયોજનથી નવસો યોજન સુધીમાં ઊંચે જ્યોર્તિલોક દર્શાવ્યો છે. તે જ્યોર્તિમય વિમાન-નગરમાં જ્યોતિષી દેવો રહે છે. તે વિમાન શાશ્વતા છે અને તિરછા અસંખ્યાત દ્વીપ, સમુદ્ર સુધી પથરાયેલા છે. આતપ નામકર્મની પ્રકૃતિના ઉદયવાળા અસંખ્યાત- અસંખ્યાત પથ્વીકાયના જીવો સમયે-સમયે ઉત્પન્ન થઈને તેજોરાશીના પુદ્ગલથી બંધાયેલી કાયા દ્વારા અતિ પ્રકાશ પાથરે છે. તે વિમાનરૂપી નગર સૂર્ય દેવેન્દ્રનું કહેવાય છે. તેવી જ રીતે ઉદ્યોત નામકર્મની પ્રકૃતિના ઉદયવાળા અસંખ્યાત-અસંખ્યાત પૃથ્વીકાયના જીવો સમયે સમયે ઉત્પન્ન થઈને ઉજ્જવળ પ્રકાશવાળા શીતલ રાશિના પુદ્ગલથી બંધાયેલી કાયા દ્વારા અતિ શીતલમય પ્રકાશ પાથરે છે. તે વિમાનરૂપી નગર ચંદ્ર દેવેન્દ્રનું કહેવાય છે. આ મુખ્ય ઈન્દ્ર છે. બાકી ગ્રહ-નક્ષત્ર-તારા તે તેના પરિવારરૂપ છે. તેઓને રહેવાના ઘર પણ જુદા-જુદા વિમાનના આકારે છે. તે પણ ઉદ્યોત નામકર્મની પ્રકૃતિના ઉદયવાળા પૃથ્વીકાયમય છે. આ રીતે એકેન્દ્રિયના સ્થાનોમાં પંચેન્દ્રિય સુધીના જીવો ઉત્પન્ન થાય છે માટે નિર્ણય થાય છે કે અરસ-પરસ, જન્મ-મરણમાં સહયોગ દેનાર કર્મપ્રકૃતિ અનુસાર જીવ-અજીવ એક બીજાને ઉપકારી બને છે. નોઈન્દ્રિયે આ પ્રમાણે સુબોધ આપીને શાંત ભાવે નયનકકી દેવી સામે જોયું અને કહ્યું, સમજ પડી ગઈને તમને? નયનકકી દેવીએ નયન નીચાં ઢાળીને હકાર ભણ્યો. નોઈન્દ્રિયે આગળ ચલાવ્યું અને કહ્યું આને જ્યોતિષીદેવ લોક કહે છે. તે બે પ્રકારે છે. એક મહાપર્યાવાન અને એક કંઈક જુન પુણ્યવાન. જ્યોતિષી લોકમાં ચંદ્ર અને સૂર્ય મહાપુણ્યવાન છે. તેના આભિયોગિક દેવો પ્રેમથી સત્કાર-સન્માનથી સિંહના, હાથીના, અશ્વના, બળદના રૂપો કરી વિમાન-નગરનું પીઠ પર વહન કરીને ચલાવે છે. ૪૫ લાખ યોજનના લાંબા પહોળા માનુષોત્તર પર્વતના એરિયામાં ઊંચે સૂર્ય 200 યોજન ઉપર અને ચંદ્ર ૮૮૦ યોજન ઉપર ચાલે છે તે ગતિશીલ હોવાથી તેને ચરજ્યોતિષી લોક કહે છે. અન્ય પુણ્યવાન જ્યોતિષી દેવો અસંખ્યાત દ્વીપ-સમુદ્ર સુધી ફેલાયેલા સ્થિર જ્યોતિષી લોક તરીકે ઓળ
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy