________________
ખાય છે. તેઓ સ્થિરપણે ગરમ-શીતલ પ્રકાશ પાથરે છે. આપણે ફક્ત ચર જ્યોતિષી દેવોના વિમાનનાં માત્ર તળિયાને જોઈ શકીએ છીએ. ગ્રહ, નક્ષત્ર, તારા ચંદ્ર-સૂર્યની ઉપર-નીચે, ચારે બાજુ પોત-પોતાના એરિયામાં ચાલતા રહે છે. સૂર્યપ્રકાશ દિવસ કરે છે અને પ્રકાશનો અભાવ રાત્રિ કરે છે. તે રાત્રિના અંધકારમાં ચંદ્ર પોતાનો સૌમ્ય પ્રકાશ રેલાવે છે પરંતુ ચંદ્રથી ચાર અંગુલ નીચે ચાલતું રાહુ ગ્રહનું વિમાન ચંદ્ર વિમાનને આવિરત-અનાવિરત કરે છે, તેથી હે નયનકીકી દેવી તમને અંધકાર-પ્રકાશરૂપે નિશાદેવી દષ્ટિગોચર થયા છે. એવું નિશાદેવીનું સાદ્યંત સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે આ જ્યોતિષગણરાજ ઉપાંગનું રહસ્યમય સ્વરૂપ ચિત્ર શબ્દશઃ વાચાદેવીનાશ્રી મુખે હું શ્રુતજ્ઞાનના ઉપયોગથી જોડાઈને રજૂ કરીશ, તે તમે શ્રોતેન્દ્રિય સખીના સથવારે શબ્દશઃ સાંભળીને સાંકેતિક ચિત્રને નિહાળજો. આ વાત સાંભળીને નયનકીકી દેવી પુલિંકત બની ગયા અને વાચાદેવીમાં પ્રગટ થઈ રહેલા નોઈન્દ્રિયના શ્રુત ઉપયોગમય શ્રુતદેવતાની પાંપણના પુષ્પો બિછાવી દૃષ્ટિના દીપકોથી આરતી ઉતારી સુબોધ પ્રાપ્ત કરવા સ્થિરાસને સ્થિત થઈ ગયા.
પ્રિય વાચકગણ ! હવે પત્રાકારની રંગભૂમિ પર ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિનું નજરાણું આપણી સમક્ષ વાચાદેવી પ્રગટ કરે છે. વાત એમ છે કે તદાકાળમાં મિથિલાનગરીના મણિભદ્ર ચૈત્યમાં પ્રભુ મહાવીર સ્વામી જ્યાં બિરાજમાન હતા. ત્યાં જઈ પંચાંગ પ્રણિપાત કરીને વિનયશીલ, વિદ્વાન, ચાર જ્ઞાનના ધારક, કનકવરણા દેહના ધારક, લબ્ધિ નિધાન ગણધર ભગવંતે આભની અટારીમાં સૂર્યનું વિમાન જોઈને જ્યોતિષી દેવોના દિવ્ય દેવલોક સંબંધી પ્રશ્નો પૂછયા હતા અને તેના જવાબો સાક્ષાત્ વીતરાગ પરમાત્માએ આપ્યા હતા. તત્કાલના યથાતથ્ય સમાધાનપૂર્વકના જવાબો સ્થવિર ભગવંતોએ મતિજ્ઞાનના સ્મૃતિ-કોષમાં સંગ્રહિત કરી રાખેલા, તે આજે સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિ ઉપાંગના નામે પત્રારૂઢ થઈને પ્રાપ્ત થયેલા છે. તે ગણિપિટ્ટકને સંગ્રહાલયમાંથી કાઢીને મારી પાસે લાવો. વાચાદેવીએ વ્યવહારનયકુમારને બોલાવી આદેશ આપ્યો. વ્યવહારનયે વાચાદેવીના હુકમ પ્રમાણે કાર્ય કર્યું અને વાચાદેવી એક દિવ્ય ગણિપિટક લઈને નયનકીકી દેવી સમીપે આવ્યા, તે દિવ્ય પેટી ખોલી તેની અંદરથી વીસ નિરૂપમ નૈસર્ગિક નજરાણા કાઢયા. તે નજરાણાને નિહાળી નયનકીકી દેવી તાજુબ થઈ ગયા. આંખના ઈશારાથી અનક્ષર ભાષામાં પૂછ્યું આમાં શું છે, તે કહો.
વાચાદેવીએ કહ્યું– આ નજરાણું નિરભ્ર નભોમંડળમાં સૂર્ય-ચંદ્રની ગતિનું
34