________________
સંપાદકીય
વિજ્ઞાન અને ઉપાંગ સાથે તે પ્રજ્ઞાશીલ બની આનંદ આજ
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
| જિન સ્તુતિ | સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનારા અનંત કેવળજ્ઞાની સધર્મરાજ આપ છો, ચંદ્રથી અતિ નિર્મળ શીતલ ચાંદની રેલાવનારા અનહદર્શી જિનરાજ આપ છો, સાગર સમગંભીર અનંત ગુણધીર વીર શક્તિ ધારક શુદ્ધ આત્મરાજ આપ છો, પ્રાણ–આમ્ર સુશુષ્યિાને બોધિ લાભ સમાધિના પરમસિદ્ધિદર્શક સિદ્ધરાજ આપો છો. પ્રિય પાઠક, વાચક, આગમ જ્ઞાતાગણ!
આપશ્રીની સામે પ્રકાશના પુંજથી ભરેલું, સુસ્તી દૂર કરનારું, સ્કૂર્તિ જાગૃત કરનારું, ક્ષણે ક્ષણની જાણ કરાવનારું, દિલ-દિમાગને વ્યાયામ કરાવનારું, ગણિતાનુયોગવાળું, ચિત્તને એકાગ્ર બનાવી, ચિદાનંદી બનાવનારું, અક્ષરે અક્ષરમાં મંત્ર વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, તંત્ર વિજ્ઞાન પ્રાજ્ઞ પુરુષને પ્રાપ્ત કરાવનારું, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ નામના બંને ઉપાંગ સાથે કરીને જ્યોતિષગણરાજપ્રજ્ઞપ્તિ નામને સાર્થક કરનારું, અજ્ઞાનીને જ્ઞાની અને પામરને પ્રજ્ઞાશીલ બનાવનારું શ્રી પ્રાણ આગમ બત્રીસીનું બત્રીસમું આગમ રત્ન બહાર પાડી રહ્યા છીએ, તેનો આનંદ આજે અમારા રોમે-રોમને રણઝણાવી રહ્યો છે, અસ્તિત્વને મહેકાવી રહ્યો છે અને પરમાણુના પિંડને ભીંજવી રહ્યો છે. તે આનંદના આપશ્રી સહુ સદ્ભાગી બનો, તેવી ભાવના સાથે અનંત તીર્થકર પરમાત્માની મન, વચન, કાયાથી આરતી ઉતારી, સુબોધ પ્રાપ્ત કરાવનારી ક્ષણેક્ષણની પ્રજ્ઞપ્તિ મારામાં પ્રગટ થાય, તેવું કલ્યાણકારી, મંગલકારી કીર્તન કરી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિનું વર્ણન સંપાદન કરું છું.
સાંજની સંધ્યા ઢળતા નિશાદેવીના પગરણ થયા. તેણીએ અંધકારનાં અંબર ઓઢયા હતા. તેના ઉપર તેજસ્વી નક્ષત્રના નમુનેદાર બુટ્ટાઓ ભર્યા હતા. મારા નયન ઊંચા થયા, પાંપણના પોપચા ખુલ્લી ગયા, કીકીએ નભોમંડળને નિહાળ્યું. નિશાદેવીનું બદન નિહારિકાથી ઢંકાયેલું હતું. તે દેવી ધીમે-ધીમે પગલે અંધકારમાં નીસરી રહ્યા હતા. તેવું આશ્ચર્ય અજાયબી ભરેલું દશ્ય જોઈ મારી નયન કીકી દેવીએ નોઈન્દ્રિયને
ભીજવી રહ્યો