________________
મોતી રૂપે બધા ભાવો અંકિત થઈ રહ્યા છે અને શાસ્ત્રના ગૂઢ ભાવોને વાચા મળી રહી, છે. તે બહુ જ મોટી ઉપલબ્ધિ છે.
આ અવસરે કથન કર્યા વગર રહી શકાય તેમ નથી કે આપણા ગોંડલ સંપ્રદાયના ‘હીર’ કે ‘નિર્મળનીર’ જેવા સાધ્વીજી સંપૂર્ણ વિદ્વત્ત ભાવોનો ઉપયોગ કરી, સંપાદન કાર્ય આગળ વધારી રહ્યા છે અને તે કાર્યમાં જેના હાથમાં પૂરી લગામ છે તેવા ક્રિયા પાત્ર “લીલમમણી” જેવા લીલમબાઈ મહાસતીજી પુનઃ પુનઃ અભિનંદનીય કે અભિવંદનીય છે. તેમના નામનો ઉલ્લેખ કરતા રોમે રોમમાં હર્ષાનુભૂતિ થાય છે.
આજે ચંદ્રપ્રજ્ઞપ્તિ જેવા ગણિત સભર આગમ ઉપર અભિગમ લખવાનો અવસર સાંપડ્યો અને સ્પષ્ટ સુંદર ભાવે લખી શકે તેવા અહીં બિરાજીત દર્શનાબાઈ મહાસતીજીનો પણ એટલો જ ઉપકાર છે. વરના અમારું બધું મનનું મનમાં રહી જાય તેવી સ્થિતિ છે તો લખીને તૈયાર કરી દર્શનાબાઈ સ્વામી સમય પર મોકલી આપે છે તેનો યશ એમને મળે છે. સતીઓ તો પરોપકારી હોય જ ને! ઈતિ અલમ..
જયંત મુનિ પેટરબાર