________________
| પ્રાભૃત-૧૫
૩૧૯
પંદરમું પ્રાભૃત જ્યોતિષ્ક વિમાનોની ગતિ
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની ગતિઃ| १ ता कहं ते सिग्धगई आहिएति वएज्जा ? ता एएसि णं चंदिम-सूरियगहगण-णक्खत्त-तारारूवाणं चंदेहितो सूरा सिग्धगई, सूरेहिंतो गहा सिग्धगई, गहेहिंतो णक्खत्ता सिग्धगई, णक्खत्तेहिंतो तारा सिग्धगई । सव्वप्पगई चंदा, सव्वसिग्धगई तारा । ભાવાર્થ :- પ્રશ્ન-ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં સર્વથી શીઘ્રગતિવાળું કોણ છે? ઉત્તરચંદ્ર, સુર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં ચંદ્ર કરતા સૂર્ય શીઘ્રગતિવાળા છે. સૂર્ય કરતા ગ્રહ શીધ્રગતિવાળા છે, ગ્રહ કરતા નક્ષત્ર શીઘ્રગતિવાળા છે અને નક્ષત્ર કરતા તારાઓ શીઘ્રગતિવાળા છે. ચંદ્ર સર્વથી અલ્પ ગતિવાળા છે અને તારાઓ સર્વથી શીઘ્રગતિવાળા છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની અંશાત્મક મુહૂર્ત ગતિ:| २ ता एगमेगेणं मुहुत्तेणं चंदे केवइयाई भागसयाइं गच्छइ ? ता ज-ज-मंडलं उवसंकमित्ता चारं चरइ तस्स-तस्स मंडलपरिक्खेवस्स सत्तरस अडसट्टि भागसए गच्छइ, मंडलं सयसहस्सेणं अट्ठाणउइए सएहिं छेत्ता । ભાવાર્થ :- પ્રશ્ન – ચંદ્ર પ્રતિ મુહૂર્તમાં મંડલ-પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે? ઉત્તર- ચંદ્ર જે-જે મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય, તે-તે મંડલની પરિધિના
૧,૦૯,૮00 ભાગ ઉપર એક મુહૂર્તમાં ગમન કરે છે અર્થાતુ ચંદ્ર એક મંડલના એક લાખ, અઠ્ઠાણું સો ભાગમાંથી સત્તરસો અડસઠ ભાગને એક મુહૂર્તમાં પાર કરે છે. | ३ ता एगमेगेणं मुहुत्तेणं सूरिए केवइयाई भागसयाई गच्छइ ? ता जं-जं मंडलं उवसंकमित्ता चारं चरइ तस्स-तस्स मंडल-परिक्खेवस्स अवारस तीसे भागसए गच्छइ, मंडल सयसहस्सेणं अट्ठाणउइए सएहिं छेत्ता । ભાવાર્થ - પ્રશ્ન- સૂર્ય પ્રતિમુહૂર્ત મંડલ પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે? ઉત્તર- સૂર્ય જે જે મંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય, તે-તે મંડલની પરિધિના ૧0૮00 ભાગ ઉપર એક મુહૂર્તમાં ગમન કરે છે અર્થાત્ સૂર્ય એક મુહૂર્તમાં એક મંડલના એક લાખ અટ્ટાણું સો ભાગમાંથી અઢાર સો ત્રીસ ભાગને પાર કરે છે.
- ૧૮૩)