________________
પ્રાભૂત-૧૪
_.
૩૧૭ ]
ભાગ કદાપિ આવરિત થતા નથી, તે સદાકાળ ખુલ્લા રહે છે.
શુક્લપક્ષની એકમના રાહુ વિમાનનો પ્રથમ એક ભાગ ચંદ્ર વિમાનના સોળીયા એક ભાગને અથવા બાસઠીયા ચાર ભાગને અનાવરિત કરે છે, પ્રત્યેક તિથિના ચાર-ચાર બાસઠીયા ભાગ અનાવરિત થતાં-થતાં પૂર્ણિમાના દિવસે આખેઆખું ચંદ્ર વિમાન અનાવરિત થઈ જાય છે.
રાહુ વિમાન ચંદ્ર વિમાનને આવરિત કરે તે પ્રતિપદાદિ તિથિઓ કૃષ્ણ પક્ષ, વદ કે અંધકાર પક્ષ કહેવાય છે અને રાહુવિમાન ચંદ્ર વિમાનને અનાવરિત (ખુલ્લું) કરે, તે શુક્લ પક્ષ, સુદ કે જ્યોત્સના પક્ષ કહેવાય છે.
શુક્લ પક્ષની એકમ તિથિના પ્રથમ ક્ષણથી આરંભી ૪૪૨ ૬ મુહૂર્તના દરેક મુહૂર્તમાં ક્રમશઃ ધીરે-ધીરે ચંદ્ર પ્રગટ(પ્રકાશિત) થાય છે અને કૃષ્ણ પક્ષમાં એકમ તિથિના પ્રથમ ક્ષણથી આરંભી ૪૪૨ ૪૬ મુહુર્તના દરેક મુહુર્તમાં ક્રમશઃ ધીરે-ધીરે ચંદ્ર આવરિત થાય છે અર્થાત્ અદશ્ય થતો જાય છે. સુદ-એકમના ચંદ્રની જે સ્થિતિ હોય છે તેવી જ સ્થિતિ વદ-૧૪ના હોય છે. સુદ-બીજના ચંદ્રની જે સ્થિતિ હોય છે તેવી જ સ્થિતિ વદ–૧૩ના હોય છે. આ રીતે જેટલા પ્રમાણમાં શુક્લ પક્ષમાં પ્રકાશ થાય છે, તેટલા જ પ્રમાણમાં કૃષ્ણ પક્ષમાં પણ પ્રકાશ હોય છે, પરંતુ પ્રદેશ ભેદથી ચંદ્રના દેશ્ય–અદેશ્યપણામાં ભિન્નતા જણાય છે, તેથી કૃષ્ણ પક્ષ કરતાં શુક્લ પક્ષમાં વધારે પ્રકાશ છે, તેમ કહેવાય છે.
પૂનમ
વદ-૭
વદ-૧૨
પૃથ્વી
દેખાતો
અમાસ
સુદ-૯
સુદ-૧૨
ચૌદમું પ્રાભૃત સંપૂર્ણ
છે