________________
[
૩૧
|
શ્રી ચંદ્રસૂર્ય પ્રશપ્તિ સૂત્ર
ता कहं ते अंधकारपक्खे अंधकारे बहू आहिएति वएज्जा ? ता दोसिणापक्खाओ अंधकारपक्खे अंधकारे बहू आहिएति वएज्जा ?
ता कहं ते दोसिणापक्खाओ अंधकारपक्खे अंधकारे बहू आहिएति वएज्जा ? ता दोसिणापक्खाओ णं अंधकारपक्खं अयमाणे चंदे चत्तारि बायाले मुहुत्तसये छयालीसं च बावट्ठिभागे मुहुत्तस्स जाई चंदे रज्जति, तं जहा- पढ माए पढमं भागं बितियाए बिइयं भागं जाव पण्णरसीए पण्णरसमं भागं । एवं खलु दोसिणापक्खाओ णं अंधकारपक्खे अंधकारे बहू आहिएति वएज्जा। ____ता केवइए णं अंधकारपक्खे अंधकारे बहू आहिएति वएज्जा ? परित्ता असंखेज्जा भागा। ભાવાર્થ :- પ્રશ્ન- અંધકાર ક્યારે વધારે હોય છે? ઉત્તર- અંધકારપક્ષ અર્થાત્ કૃષ્ણ પક્ષ (વદ)માં અંધકાર વધારે હોય છે.
પ્રશ્ન-કૃષ્ણ પક્ષમાં અંધકાર કોના કરતા વધારે હોય છે? ઉત્તર- શુક્લ પક્ષ કરતા કૃષ્ણ પક્ષમાં અંધકાર વધારે હોય છે.
પ્રશ્ન- શુક્લ પક્ષ કરતા કૃષ્ણ પક્ષમાં અંધકાર શા માટે વધારે હોય છે? ઉત્તર– શુક્લ પક્ષમાંથી કૃષ્ણ પક્ષમાં પ્રવેશતા ચંદ્રની કળાઓ(અંશો) ચારસો બેતાલીસ પૂર્ણાક છેતાલીસ બાસઠાંશ(૪૪૨ ૬) મુહૂર્ત પર્યત ક્રમશઃ આવરિત થતી જાય- ઢંકાતી જાય છે, યથા- પ્રથમ(એકમ)ના દિવસે એક ભાગ અથવા ભાગ, બીજના દિવસે બીજો ભાગ (અથવા ફ ભાગ) યાવતું પંદરમા(અમાસના) દિવસે પંદરમો ભાગ (અથવા રૂ ભાગ) આવરિત (ઢંકાય) થઈ જાય છે, તેથી શુક્લ પક્ષ કરતાં કૃષ્ણ પક્ષમાં અંધકાર વધારે હોય છે.
પ્રશ્ન- કૃષ્ણ પક્ષમાં અંધકાર કેટલો વધારે હોય છે? ઉત્તર- કૃષ્ણ પક્ષમાં પરિમિત અસંખ્યાત ભાગ વધારે અંધકાર હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શુક્લ પક્ષમાં પ્રકાશની અને કૃષ્ણ પક્ષમાં અંધકારની અધિકતાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. ચંદ્ર માસ ર૯ અહોરાત્ર પ્રમાણ છે. એક ચંદ્ર માસમાં બે પક્ષ છે- કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, તેના મુહૂર્ત ૪૪ર થાય છે. પદમા પદમ મા..... - એકમના દિવસે એક ભાગ આવરિત થાય છે અથવા અનાવરિત થાય છે. ચંદ્ર વિમાનના સોળ ભાગ અથવા બાસઠ ભાગ અને રાહુ વિમાનના પંદર ભાગની કલ્પના કરવામાં આવે, તો કૃષ્ણ પક્ષની પ્રથમ એકમ તિથિએ રાહુવિમાનનો એક ભાગ ચંદ્ર વિમાનના સોળીયા એક ભાગને અથવા બાસઠીયા ચાર (કું) ભાગને આવરિત કરે છે. બીજના દિવસે રાહુ વિમાનના બે ભાગ ચંદ્ર વિમાનના સોળીયા બે ભાગને અથવા બાસઠીયા આઠ () ભાગને આવરિત કરે છે. આ રીતે ક્રમશઃ રાહ વિમાનનો એક-એક ભાગ ચંદ્ર વિમાનના સોળીયા એક-એક ભાગ અથવા બાસઠીયા ચાર-ચાર ભાગને આવરિત કરતાં-કરતાં અમાસના દિવસે સંપૂર્ણ રાહુ વિમાન ચંદ્ર વિમાનના સોળીયા પંદર ભાગ અથવા બાસઠીયા સાઠ (૬) ભાગને આવરિત કરે છે. ચંદ્ર વિમાનનો સોળમો ભાગ અથવા બાસઠીયા બે