________________
[ ૩૧૪]
શ્રી ચંદ્રસૂર્ય પ્રશાપ્તિ સૂત્ર
ચૌદમું પ્રાભૃત પરિચય છRO RO RO RO ROROR
પ્રસ્તુત ચૌદમા પ્રાકૃતમાં ચંદ્ર પ્રકાશની બહુલતા અને પ્રકાશના અભાવમાં અંધકારની બહુલતા (યા તે સિગા વહૂ ? ૧//)ના સમયનો નિર્દેશ છે.
કૃષ્ણ પક્ષમાં કે અંધકાર પક્ષમાં અંધકારની બહુલતા હોય છે અને શુક્લપક્ષ કે જ્યોત્સના(વાલિr) પક્ષમાં ચંદ્ર પ્રકાશની બહુલતા હોય છે. કૃષ્ણપક્ષમાં ૧૫ તિથિઓ છે અને તેના ૪૪૨ ( મુહૂર્તમાં ચંદ્ર વિમાન રાહુગ્રહના વિમાનથી ક્રમશઃ આવરિત થાય છે અને તેથી કૃષ્ણપક્ષમાં અંધકાર વધે છે. શુક્લપક્ષમાં પણ ૧૫ તિથિઓ છે અને તેના ૪૪૨ મુહૂર્તમાં ચંદ્ર વિમાન રાહુગ્રહના વિમાનથી ક્રમશઃ અનાવરિત થાય છે, તેથી શુક્લ પક્ષમાં ચંદ્રપ્રકાશ વધે છે.
શુક્લ પક્ષમાં પ્રકાશની બહુલતા હોય છે અને કૃષ્ણપક્ષમાં અંધકારની બહુલતા હોય છે. આ કથન પૂર્ણિમા અને અમાસની અપેક્ષાએ છે. શુક્લપક્ષની ચૌદશના ચંદ્ર જેટલો અવિરત હોય તેટલો જ કૃષ્ણ પક્ષની એકમના હોય છે. સુદ-તેરસ અને વદ–બીજ, સુદ–તેરસ અને વદ–બીજ, સુદ બારસ–વદ અને ત્રીજના ચંદ્રની આવિરત-અનાવરિત અવસ્થા સમાન હોય છે. એક માત્ર અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ આવિરત અને પૂનમના દિવસે સંપૂર્ણ અનાવરિત હોય છે, તેથી અમાસના દિવસે અંધકારની બહુલતા અને પૂર્ણિમાના પ્રકાશની બહુલતા હોય છે, તેમ કહેવાય છે.