________________
| પ્રાભૃત-૧૩
૩૦૭ ]
सत्तट्ठिभागाइं अद्धमंडलस्स जाइं चंदे उत्तराए भागाए पविसमाणे चारं चरइ । ___ कयराइं खलु ताई छ अद्धमंडलाइं तेरस य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स जाईचंदे उत्तराए भागाए पविसमाणे चारं चरइ? इमाइंखल ताईछ अद्धमंडलाई तेरस य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स जाइं चंदे उत्तराए भागाए पविसमाणे चारं चरइ, तं जहा- तईए अद्धमंडले पंचमे अद्धमंडले सत्तमे अद्धमंडले नवमे अद्धमंडले एक्कारसमे अद्धमंडले, तेरसमे अद्धमंडले पण्णरसस्समंडलस्स तेरस सत्तट्ठिभागाइं।
एयाई खलु ताई छ अद्धमंडलाइं तेरस य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स जाइं चंदे उत्तराए भागाए पविसमाणे चारं चरइ । एयावया च पढमे चंदायणे समत्ते भवइ । ભાવાર્થ :- પ્રથમ અયનમાં ઉત્તર ભાગ તરફ અંદર પ્રવેશીને(નૈઋત્ય કોણથી ઈશાન કોણ તરફ ગતિ કરતો) ચંદ્ર ૧૩ અર્ધ મંડળોને ઉત્તર દિશામાં પાર કરે છે.
પ્રશ્ન- ઉત્તર ભાગ તરફ અંદર પ્રવેશ કરતો ઉત્તરાયણનો ચંદ્ર કયા 39 અર્ધ મંડળને ઉત્તર દિશામાં પાર કરે છે? ઉત્તર- ઉત્તર ભાગ અંદર પ્રવેશ કરતો ચંદ્ર નિમ્નોક્ત ૬ ૩ મંડળને ઉત્તર દિશામાં પાર કરે છે, યથા- ત્રીજું અર્ધમંડળ, પાંચમું અર્ધમંડળ, સાતમું અર્ધમંડળ, નવમું અર્ધમંડળ, અગિયારમું અર્ધમંડળ, તેરમું અર્ધમંડળ અને પંદરમાં અર્ધમંડળનો 8 ભાગ.
આ રીતે ઉત્તર ભાગ તરફ પ્રવેશ કરીને ચંદ્ર આ ૬૧૩ અર્ધમંડળને ઉત્તર દિશામાં પાર કરે છે. આ રીતે ચંદ્રનું પ્રથમ અયન પૂર્ણ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્રના પ્રથમ અયનના મંડળ તથા દિશા આદિનું વર્ણન છે. જંબૂદ્વીપમાં બે ચંદ્રના ૧૫ મંડળ છે. મેરુ પર્વતથી ચુંમાલીસ હજાર આઠસો વીસ (૪૪૮૨૦) યોજન દૂર અને જગતીથી એકસો એંસી (૧૮૦) યોજન અંદર પહેલું સર્વાત્યંતર મંડળ છે. લવણ સમુદ્રમાં જંબુદ્વીપની જગતીથી ત્રણસો ત્રીસ (૩૩૦) યોજન દૂર ચંદ્રનું અંતિમ(પંદરમું) સર્વબાહ્ય મંડળ છે. બંને ચંદ્ર સામસામી દિશામાં રહીને એક સાથે, એક સરખી ગતિએ પરિભ્રમણ કરે છે. બંને ચંદ્ર મળીને એક મંડળને ૨ 31, અહોરાત્રમાં પૂર્ણ કરે છે. અર્ધ નક્ષત્ર માસ અર્થાત્ ૧૩ ૐ અહોરાત્રમાં ચંદ્ર ૧૩ અર્ધમંડળને પાર કરી એક અયન પૂર્ણ કરે છે. પ્રથમ અને અંતિમ મંડળ ઉપર ચંદ્ર એક-એક વાર જ ગમન કરે છે. વંશાવળ :- ચંદ્રાયણ. ચંદ્ર અયન. એક યુગમાં ચંદ્રના ૧૩૪ અયન થાય છે. ચંદ્રના સર્વબાહ્ય મંડળથી સર્વાવ્યંતર મંડળ તરફના ઉત્તરગામી ગમનને ચંદ્રનું ઉત્તરાયણ કહે છે અને ચંદ્રના સર્વાત્યંતર મંડળથી સર્વબાહ્ય મંડળ તરફના દક્ષિણગામી ગમનને ચંદ્રનું દક્ષિણાયન કહે છે. ચંદ્ર એક નક્ષત્ર માસમાં બે અયન પૂર્ણ કરે છે.
ચંદ્ર યુગની સમાપ્તિ સર્વબાહ્ય અંતિમ મંડળ ઉપર પૂર્ણિમાના દિવસે કરે છે તથા નવા યુગના પ્રથમ અયનનો પ્રારંભ ઉત્તરાયણથી(સર્વબાહ્ય મંડળથી અંદર પ્રવેશતા ચંદ્રથી) થાય છે.