________________
૩૦૬ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
પ્રસ્તુતમાં અર્ધ ચંદ્ર માસમાં ચંદ્ર ૧૪ ૧૬ મંડળ પાર કરે છે, તેવું વિધાન છે અને પંદરમા પ્રાભૃતમાં એક ચંદ્ર માસમાં ચંદ્ર ૧૪ ૧૬ મંડળ પાર કરે છે, તે પ્રકારનું વિધાન છે. તેમાં એક ચંદ્ર અર્ધ ચંદ્ર માસમાં ૧૪ અર્ધ મંડળ પાર કરે છે અને બંને ચંદ્ર સાથે મળીને અર્ધ ચંદ્રમાસમાં ૧૪ પૂર્ણ મંડળને પાર કરે છે. એક ચંદ્ર માસમાં ચંદ્ર ૧૪૧ પૂર્ણ મંડળને પાર કરે છે, તેમ સમજવું. અર્ધ સર્ચમાસમાં ચંદ્ર મંડળોની સંખ્યા - એક સૂર્યમાસ ૩૦ 9 એટલે કે સાડા ત્રીસ અહોરાત્રનો છે અને અર્ધ સૂર્યમાસ ૧૫ અહોરાત્રનો છે. એક યુગમાં સૂર્ય અર્ધમાસ ૧૨૦ હોય છે અને એક યુગમાં ચંદ્ર ૧૭૬૮ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે, તેથી ૧૭૬૮ + ૧૨૦ = ૧૪ ૪ મંડળ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં જે સોનસ મંડલા- ૧૬ મંડળ કહ્યા છે, તેમાં સૂર્ય અર્ધ સૂર્યમાસમાં સોળમા સૂર્ય મંડળ ઉપર પરિભ્રમણ કરે છે, તેમ સમજવું, કારણ કે એક યુગમાં ૧૮૩૦ સૂર્ય મંડળ છે અને ૧૨૦ અર્ધમાસ છે. ૧૮૩૦ + ૧૨૦ = ૧૫ મંડળ પ્રાપ્ત થાય છે. અર્ધ સૂર્યમાસમાં સૂર્ય સોળમા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય, ત્યારે ચંદ્ર ૧૪ ફઇ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે, તેમ અર્થ સમજવો જોઈએ. કુવે અ૬૬... સામUI૬- બે અષ્ટક અસામાન્ય-અનાચીર્ણ માર્ગ છે. પ્રત્યેક અમાવાસ્યા અને પૂર્ણિમાના અંતિમ મંડળના એકસો ચોવીસ્યા આઠ(૬) ભાગ, પૂર્વે અન્ય ચંદ્ર દ્વારા અનાચીર્ણઅચલિત (પૂર્વે નહીં ચાલેલા માર્ગ ઉપર ચંદ્ર ચાલે છે. પ્રસ્તુત સૂત્રમાં કર્ફભાગ માટે અષ્ટક(ગઠ્ઠા) શબ્દનો પ્રયોગ થયો છે. તે બંને ૪ ભાગ અંતિમ મંડળના જાણવા. પ્રથમ ચંદ્ર અયન :|८ ता पढमायणगए चंदे दाहिणाए भागाए पविसमाणे सत्त अद्धमंडलाइं जाई चंदे दाहिणाए भागाए पविसमाणे चारं चरइ ।
कयराइं खलु ताई सत्त अद्धमंडलाइं जाइं चंदे दाहिणाए भागाए पविसमाणे चारं चरइ ? इमाई खलु ताई सत्त अद्धमंडलाइं जाइं चंदे दाहिणाए भागाए पविसमाणे चारं चरइ, तं जहा- बिइए अद्धमंडले, चउत्थे-अद्धमंडले, छठे-अद्धमंडले अट्ठमे-अद्धमंडले दसमे-अद्धमंडले बारसमे-अद्धमंडले, चउदसमे-अद्धमंडले । एयाइं खलु ताई सत्त अद्धमंडलाइं जाइं चंदे दाहिणाए भागाए पविसमाणे चारं વર ! ભાવાર્થ :- પ્રથમ અયનમાં દક્ષિણ ભાગ તરફ અંદર પ્રવેશ કરીને(ઈશાનથી નૈઋત્યકોણ તરફ ગતિ કરતો) ચંદ્ર સાત અર્ધ મંડળોને દક્ષિણ દિશામાં પાર કરે છે.
પ્રશ્ન- દક્ષિણ ભાગ તરફ અંદર પ્રવેશ કરતો(ઉત્તરાયણનો) ચંદ્ર કયા સાત અર્ધ મંડળોને દક્ષિણ દિશામાં પાર કરે છે? ઉત્તર- દક્ષિણ ભાગ તરફ અંદર પ્રવેશ કરતો ચંદ્ર નિમ્નોક્ત સાત અર્ધ મંડળોને દક્ષિણ દિશામાં પાર કરે છે, યથા– (૧) બીજું અર્ધમંડળ (૨) ચોથું અર્ધમંડળ (૩) છઠું અર્ધમંડળ (૪) આઠમું અર્ધમંડળ (૫) દસમું અર્ધમંડળ (૬) બારમું અર્ધમંડળ (૭) ચૌદમું અર્ધમંડળ. દક્ષિણ ભાગ તરફ પ્રવેશ કરતો ચંદ્ર આ સાત અર્ધ મંડળોને દક્ષિણ દિશામાં પાર કરે છે. |९ सा पढमायणगए चंदे उत्तराए भागाए पविसमाणे छ अद्धमंडलाइं तेरस य