________________
પ્રાકૃત-૧૩
૩૦૫
६ | ता आइच्चेणं अद्धमासेणं चंदे कइ मंडलाई चरइ ? ता सोलस मंडलाई चरइ । सोलसमंडलचारी तया अवराइं खलु दुवे अट्ठाई जाई चंदे केणइ असामण्णगाई सयमेव पविट्ठित्ता पविट्ठित्ता चारं चरइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- ચંદ્ર અર્ધસૂર્યમાસમાં કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ? ઉત્તર- ચંદ્ર અર્ધ સૂર્યમાસમાં સૂર્ય મંડળના સોળમા મંડળ ઉપર અર્થાત્ પંદર મંડળ પૂર્ણ કરી સોળમાં મંડળ ઉપર (અને ચંદ્ર મંડળના ૧૪૧૬ મંડળ ઉપર) પરિભ્રમણ કરે છે. ચંદ્ર જ્યારે સોળમા સૂર્ય મંડળચારી બનીને પરિભ્રમણ કરતો હોય(અથવા ૧૪ ૧૨ ચંદ્ર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય) ત્યારે ચંદ્ર બે અષ્ટક(૨૪) ભાગના અસામાન્ય(અચલિત) માર્ગ ઉપર સ્વયં પ્રવેશ કરી-કરીને પરિભ્રમણ કરે છે.
७ कयराइं खलु ताइं दुवे अट्ठगाई जाई चंदे केणइ असामण्णगाई सयमेव पविट्ठित्ता पविट्ठित्ता चारं चरइ ? इमाई खलु ते दुवे अट्ठगाई जाई चंदे केणइ असामण्णगाइं सयमेव पविट्ठित्ता - पविट्ठित्ता चारं चरइ, तं जहा- णिक्खममाणे चेव अमावासंतेणं, पविसमाणे चेव पुण्णिमासिंतेणं । एयाइं खलु दुवे अट्ठगाई जाई चंदे केणई असामण्णगाई सयमेव पविट्ठित्ता पविट्ठित्ता चार चरइ ।
ભાવાર્થ:પ્રશ્ન- કોઈ પણ દ્વારા અચલિત બે અષ્ટક કયા છે કે જેના ઉપર ચંદ્ર સ્વયં પ્રવેશ કરી– કરીને પરિભ્રમણ કરે છે ? ઉત્તર– કોઈ દ્વારા અચલિત(ચાલ્યા ન હોય) તેવા આ બે અષ્ટક ઉપર ચંદ્ર સ્વયં પ્રવેશ કરી–કરીને પરિભ્રમણ કરે છે, યથા– (૧) સર્વાયંતર મંડળથી બહાર નીકળતો ચંદ્ર અમાવાસ્યાના અંતિમ મંડળગત ૧૨૪ અચલિત મંડળ ઉપર સ્વયં પ્રવેશ કરી-કરીને ચાલે અને (૨) સર્વબાહ્ય મંડળથી અંદર પ્રવેશતો ચંદ્ર પૂર્ણિમાના અંતિમ મંડળગત ૧૪ અચલિત મંડળ ઉપર સ્વયં પ્રવેશ કરી-કરીને ચાલે છે.
આ રીતે અમાવાસ્યા અને પૂર્ણિમાના અંતિમ બે અષ્ટક(Í૪) ભાગના અચલિત(અસામાન્ય) માર્ગ ઉપર ચંદ્ર સ્વયં પ્રવેશ કરી-કરીને પરિભ્રમણ કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અર્ધ ચંદ્રમાસ અને અર્ધ સૂર્યમાસમાં પરિભ્રમણ કરતા ચંદ્રની મંડળ સંખ્યાનું અને પૂર્વે અચલિત મંડળનું કથન છે.
અર્ધ ચંદ્રમાસમાં પરિભ્રમણ કરતાં ચંદ્ર મંડળોની સંખ્યા :– એક ચંદ્રમાસ ૨૯ ૐ અહોરાત્ર પ્રમાણ છે અને અર્ધ ચંદ્રમાસ(૨૯ ર્ + ૨ =) ૧૪ ૢ અહોરાત્ર પ્રમાણ છે. અર્ધ ચંદ્રમાસમાં ચંદ્ર ૧૪૧૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. એક ચંદ્ર મંડળના ૧૨૪ ભાગ કરીને પછી તે મંડળના ચાર વિભાગ કરવામાં આવે તો ચોથા એક વિભાગમાં ૩૧ ભાગ આવે છે. ચંદ્ર અર્ધ ચંદ્રમાસમાં સવા ચૌદ મંડળ અર્થાત્ ૧૪ મંડળનું પરિભ્રમણ પૂર્ણ કરી પંદરમા મંડળના ૧૨૪ વિભાગવાળો ચતુર્થ ભાગ અર્થાત્ ૧ ભાગ અને બીજા ચોથા વિભાગનો ૧ ભાગ એટલે કુલ + ૧ = ૧ ભાગ ઉપર પરિભ્રમણ કરે છે.
અન્ય રીતે જોઈએ તો એક યુગમાં ચંદ્ર ૧૭૬૮ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે અને એક યુગમાં દર ચંદ્રમાસ અને ૧૨૪ અર્ધ ચંદ્રમાસ હોય છે, તેથી ૧૭૬૮ + ૧૨૪ = ૧૪ ૐ મંડળ પ્રાપ્ત થાય છે, ૧ ના બાસઠીયા ભાગ કરવામાં આવે તો ૬ થાય છે. આ રીતે અર્ધમાસમાં ચંદ્ર ૧૪ ૧૬ મંડળ ચાલે છે.