________________
૩૦૪ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
| ४ ता अमावासाओ णं पुण्णिमासिणी चत्तारि बायाले मुहुत्तसए छत्तालीसं बावट्ठिभागे मुहुत्तस्स आहिएति वएज्जा । ता पुण्णिमासिणीओ णं अमावासा चत्तारि बायाले मुहुत्तसए छत्तालीसं च बावट्ठिभागे मुहुत्तस्स आहिएति वएज्जा ।
__ता अमावासाओ णं अमावासा अट्ठपंचासीए मुहुत्तसए तीसं च बावट्ठिभागे मुहुत्तस्स आहिएति वएज्जा । ता पुण्णिमासिणीओ णं पुण्णिमासिणी अट्ठ पंचासीए मुहुत्तसए तीसं च बावट्ठिभागे मुहुत्तस्स आहिएति वएज्जा । एस णं एवइए चंदे मासे, एस णं एवइए सगले जुगे । ભાવાર્થ :- અમાસથી પૂર્ણિમા સુધીના ૪૪૨ ફેંફ મુહૂર્ત અને પૂર્ણિમાથી અમાસ સુધીના પણ ૪૪૨
મુહૂર્ત છે. એક અમાસથી બીજી અમાસ સુધીના ૮૮૫ શું મુહૂર્ત થાય છે અને એક પૂર્ણિમાથી બીજી પૂર્ણિમા સુધીના પણ ૮૮૫ રૂ મુહૂર્ત થાય છે. આ પ્રમાણવાળો ચંદ્રમાસ છે અને આ(૨) ચંદ્રમાસ પ્રમાણ- વાળો પૂર્ણ યુગ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક યુગની પૂર્ણિમા-અમાવાસ્યાદિનું વર્ણન છે. વડળીને પુષ્ય – એક યુગમાં ૧૨૪ પર્વ છે. ચંદ્ર યુગમાં (૧) ચંદ્ર સંવત્સર (૨) ચંદ્ર સંવત્સર (૩) અભિવર્ધિત સંવત્સર (૪) ચંદ્ર સંવત્સર અને (૫) અભિવર્ધિત સંવત્સર, આ પાંચ સંવત્સર હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૧૨ માસ છે, તેથી ૧૨ x ૩ = ૩૬ માસ અને અભિવર્ધિત સંવત્સરમાં તેર માસ હોય છે. તેથી ૧૩ ૪ ૨ = ૨૬ માસ. આ રીતે એક યુગમાં (૩૬+ ૨૬ =) ૨ ચંદ્રમાસ હોય છે. પ્રત્યેક માસમાં એક અમાવાસ્યા અને એક પૂર્ણિમા હોય છે, તેથી એક યુગમાં દર અમાવાસ્યા અને દર પૂર્ણિમા હોય છે. પૂર્ણિમા અને અમાવાસ્યા, બંને પર્વ કહેવાય છે, તેથી એક યુગમાં(૨ + ર =) ૧૨૪ પર્વ હોય છે.
આ પૂર્ણિમા અને અમાવાસ્યાના અંતિમ એક સમયમાં ચંદ્ર સંપૂર્ણતયા રાહુ વિમાનથી આવરિત કે અનાવરિત હોય છે, તેથી એક યુગના ૧૨૪ પર્વના એક-એક એમ કુલ ૧૨૪ સમયમાં ચંદ્ર સંપૂર્ણપણે આવરિત કે અનાવરિત હોય છે અને ૧૨૪ સમય ન્યૂન યુગના અસંખ્યાત સમયોમાં ચંદ્ર એક દેશમાં આવરિત અને એક દેશમાં અનાવરિત હોય છે.
અમાસથી પૂર્ણિમા કે પૂર્ણિમાથી અમાસ સુધીનો અર્ધ ચંદ્રમાસ ૪૪ર મુહૂર્ત પ્રમાણ છે અને અમાસથી અમાસ કે પૂર્ણિમાથી પૂર્ણિમા, સુધીનો પૂર્ણ ચંદ્રમાસ ૮૮૫ રૂ મુહૂર્ત પ્રમાણ છે. એક ચંદ્ર માસમાં બે પર્વ હોય છે અને એક ચંદ્રયુગમાં એકસો ચોવીસ પર્વ હોય છે. અર્ધમાસમાં ચંદ્રની મંડળગતિઃ
५ ता चंदेण अद्धमासेणं चंदे कइ मंडलाई चरइ ? ता चउद्दस चउब्भागमंडलाई चरइ, एगं च चउवीससयभागं मंडलस्स । ભાવાર્થ :- પ્રહન- ચંદ્ર અર્ધ ચંદ્રમાસમાં કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- અર્ધ ચંદ્ર માસમાં ચંદ્ર સવા ચૌદ ૧૪૩, મંડળ અને એકસો ચોવીસ્યા એક મંડળ ભાગ(૩, મંડળ) ઉપર એટલે ૧૪ રૂ, અથવા ૧૪૧૬ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.