________________
૩૦૮ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
નવા અયનના પ્રારંભ સમયે એક ચંદ્ર નૈઋત્યથી પરિભ્રમણ શરૂ કરી ઈશાન કોણમાં પહોંચે છે અને તે જ સમયે બીજો ચંદ્ર ઈશાન કોણથી પ્રારંભ કરી નૈઋત્ય કોણ તરફ પહોંચે છે. ઈશાન કોણથી પ્રારંભ કરી નૈઋત્ય કોણ તરફ અર્થાત્ દક્ષિણ વિભાગથી ગમન કરતાં ચંદ્રના બેકી સંખ્યાવાળા ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, આ સાત અર્ધ મંડળ દક્ષિણમાં થાય છે અને એકી સંખ્યાવાળા, ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩ અને ૧૫માં મંડળના ભાગ અર્થાત્ ૩ અર્ધ મંડળ ઉત્તરમાં થાય, અયન પૂર્ણ થાય છે.
તે જ સમયે બીજો ચંદ્ર તરફ નૈઋત્ય કોણથી પરિભ્રમણનો પ્રારંભ કરી ઈશાન કોણ તરફ અર્થાત્ ઉત્તર વિભાગ ગમન કરતાં ચંદ્રના બેકી સંખ્યાવાળા સાત અર્ધ મંડળ ઉત્તર દિશામાં થાય છે અને એકી સંખ્યાવાળા ૬ અર્ધ મંડળ દક્ષિણ દિશામાં થાય છે. અર્ધ નક્ષત્ર માસ-અર્ધ ચંદ્ર માસની ભિન્નતા :१० ता णक्खत्ते अद्धमासे णो चंदे अद्धमासे, चंदे अद्धमासे णो णक्खत्ते अद्धमासे । ભાવાર્થ- અર્ધ નક્ષત્રમાસ અર્ધ ચંદ્રમાસ નથી અને અર્ધ ચંદ્રમાસ અર્ધ નક્ષત્રમાસ નથી. ११ ता णक्खत्ताओ अद्धमासाओ ते चंदे चंदेणं अद्धमासेणं किमधियं चरइ ? ता एग अद्धमंडलं चरइ चत्तारि य सत्तट्ठिभागाइ अद्धमंडलस्स सत्तट्ठिभाग एगतीसाए छेत्ता णव भागाई । ભાવાર્થ :- પ્રગ્ન- અર્ધ નક્ષત્રમાસ કરતા ચંદ્ર અર્ધ ચંદ્રમાસમાં કેટલું અધિક પરિભ્રમણ કરે છે? ઉત્તર- અર્ધ નક્ષત્ર માસ કરતા અર્ધ ચંદ્રમાસમાં ચંદ્ર એક અર્ધમંડળ, ચાર સડસઠીયા ભાગ અને નવ એકત્રીસયા ભાગ(૧૪, ૬ મંડળ) ઉપર અધિક પરિભ્રમણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ચંદ્રમાસ અને નક્ષત્ર માસની ભિન્નતા પ્રગટ કરી છે.
જેટલા સમયમાં ચંદ્ર ૨૮ નક્ષત્ર સાથે યોગપૂર્ણ કરે, તેટલા સમય(કાળ)ને નક્ષત્ર માસ કહે છે. ચંદ્ર ૨૭૨ અહોરાત્રમાં ૨૮ નક્ષત્ર સાથે યોગ પૂર્ણ કરે છે, તેથી નક્ષત્ર માસ ૨૭ & અહોરાત્રનો છે અને અર્ધ નક્ષત્રમાસ ૧૩ ડું અહોરાત્રનો છે.
જેટલા સમયમાં ચંદ્ર ક્રમશઃ રાહુ ગ્રહથી આવરિત થાય અને અનાવરિત થાય તેટલા સમય (કાળ)ને ચંદ્ર માસ કહે છે. ર૯રૂ મુહૂર્તે ચંદ્રની એક કળા આવરિત થાય છે અથવા પ્રગટ થાય છે, તેથી એક તિથિ ર૯રૂ મુહૂર્તની છે, કૃષ્ણપક્ષની ૧૫ તિથિમાં ચંદ્રની ૧૫ કળા આવરિત થાય છે અને શુક્લ પક્ષની ૧૫ તિથિમાં ચંદ્રની ૧૫ કળા અનાવરિત છે, તેથી ૩૦ તિથિ અર્થાત્ ર૯ ? અહોરાત્રનો એક ચંદ્રમાસ અને ૧૪ ફેં અહોરાત્રનો અર્ધ ચંદ્રમાસ છે. આ રીતે અર્ધ નક્ષત્રમાસ અને અર્ધ ચંદ્રમાસ ભિન્ન-ભિન્ન છે.
અર્ધ નક્ષત્રમાસમાં અર્થાતુ ૧૩ ૪ અહોરાત્રે ચંદ્ર ૧૩ મંડળ ઉપર પરિભ્રમણ કરી અયન પૂર્ણ કરે છે. અર્ધ નક્ષત્રમાસે ચંદ્ર એક અયન પૂર્ણ કરે છે, અર્ધ ચંદ્રમાસે નહીં. અર્ધ નક્ષત્રમાસ કરતા અર્ધ ચંદ્રમાસમાં ચંદ્રન અધિક પરિભ્રમણ :- અર્ધ નક્ષત્રમાસ કરતાં અર્ધ