________________
[ ૩૦૨ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
બીજો ભાગ યાવતું પંદરમી તિથિના ચંદ્રનો પંદરમો ભાગ અનાવરિત (ખુલ્લો) થાય છે. પંદરમી તિથિના સમયે ચંદ્ર સંપૂર્ણ રીતે અનાવરિત હોય છે. પંદરમી તિથિના અંતિમ સમયને છોડીને શુક્લ પક્ષના શેષ સમયોમાં ચંદ્રના કેટલાક અંશો આવરિત અને કેટલાક અંશો અનાવરિત હોય છે.
આ જ્યોત્સના પક્ષની(શુક્લ પક્ષ) પૂર્ણિમા નામની પંદરમી તિથિ છે અને તે યુગનું પૂર્ણિમા નામનું બીજું પર્વ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્રની વૃદ્ધિ અને ક્ષયનું કથન છે. એક ચંદ્રમાસ ૨૯ ફુ અહોરાત્રનો છે. તેના મુહૂર્ત કરવા, એક અહોરાત્રના ૩૦ મુહૂર્તના હિસાબે ૩૦ થી ગુણતા(ર૯ × ૩૦ = ૮૭૦ અને રૂ ૪ ૩૦ = ૬, ૯૬૦ + ૨ = ૧૫ ૬, ૮૭૦ + ૧૫ રૂ = ૮૮૫ મુહૂર્ત એક ચંદ્ર માસના થાય છે. એક ચંદ્રમાસમાં બે પક્ષ છે– (૧) વોશિ- જ્યોત્સના અર્થાત્ શુક્લ પક્ષ(સુદ) અને (૨) અંધકાર પક્ષ અર્થાત્ કૃષ્ણપક્ષ(વદ). એક-એક પક્ષના(૮૮૫ ૨ + ૨ =) ૪૪૨ મુહૂર્ત હોય છે. કૃષ્ણપક્ષમાં ૪૪૨ ફૂંકું મુહૂર્ત સુધી ચંદ્રની હાનિ થાય છે અને શુક્લ પક્ષમાં ૪૪૨ ૬ મુહૂર્ત સુધી ચંદ્રની વૃદ્ધિ થાય છે.
અમાસના દિવસે ચંદ્ર એક સમય પૂર્ણ આચ્છાદિત અને પૂર્ણિમાના દિવસે એક સમય પૂર્ણ પ્રગટ રહે છે, શેષ સર્વ સમયમાં અંશતઃ આચ્છાદિત અને અંશતઃ પ્રગટ રહે છે. ચંદ્રની હાનિ-વૃદ્ધિનું કારણ :- વાસ્તવિક રૂપે ચંદ્રમા કોઈ પ્રકારની વૃદ્ધિનહાનિ થતી નથી, પરંતુ ચંદ્રના રાહુગ્રહ સાથેના યોગથી ચંદ્રમાં હાનિ-વૃદ્ધિ થતી હોય, તેવું દેખાય છે.
રાહુ નામનો ગ્રહ સદા ચંદ્ર સાથે યોગમાં રહે છે. રાહુના બે પ્રકાર છે પર્વરાહુ અને નિત્યરાહુ તેમાંથી નિત્ય રાહુનું કૃષ્ણ વર્ણનું વિમાન ચંદ્ર વિમાનથી ચાર અંગુલ નીચે રહીને સદા પરિભ્રમણ કરે છે. બંનેની ગતિમાં થોડી ભિન્નતા હોવાથી રાહુનું વિમાન ચંદ્ર વિમાનને આવરિત કરતું-કરતું આગળ વધે છે અને પછી આગળ વધતાં-વધતાં અનાવરિત કરે છે, તેથી ચંદ્રમાં હાનિ-વૃદ્ધિ જણાય છે. - રાહુ વિમાનના ૧૫ ભાગની કલ્પના કરીએ, તો પ્રતિદિન તેનો એક-એક ભાગ ચંદ્ર વિમાનના એક-એક ભાગને આવરિત કરે છે અને ત્યારે ચંદ્ર ક્ષય પામતો દેખાય છે, પોતાના ૧૫ ભાગથી ચંદ્રના ૧૫ ભાગ આવરિત કર્યા પછી પુનઃ એક-એક ભાગને અનાવરિત પ્રગટ કરે છે.
જે મનદુ:- પંદરમી તિથિના અંતિમ સમયે ચંદ્ર રાહુથી રંગાયેલ હોય છે અર્થાતુ સંપૂર્ણપણે આવરિત હોય છે. રાહુ વિમાનના ૧૫ ભાગની કલ્પના કરીએ, એક-એક તિથિના રાહુ વિમાનનો એક-એક ભાગ ચંદ્ર વિમાનના એક-એક ભાગને આવરિત કરે છે અને પંદરમી તિથિના પંદર ભાગ આવરિત થાય છે અને ચંદ્ર વિમાનના ૨ ભાગની કલ્પના કરીએ, તો પ્રતિદિન ચાર-ચાર ભાગ આવરિત થાય, ૧૫ મી તિથિના(૧૫ × ૪ = ) ૬૦ ભાગ આવરિત થાય છે. જગત સ્વભાવથી ચંદ્ર વિમાનના બાસઠીયા બે ભાગ સદા અનાવરિત જ રહે છે. ચંદ્ર સંપૂર્ણપણે આવરિત થાય છે, તે કથન આવરિત થતાં ૧૫ ભાગ કે ૬o ભાગની અપેક્ષાએ જ છે.
ચંદ્રના ચાર ભાગ પ્રમાણ અંશને રાહુ જેટલા કાળમાં આવરિત કરે અથવા પ્રગટ કરે, તેને તિથિ કહે છે. રાહુ અહોરાત્રમાં ચંદ્રના ચાર ભાગને આવરિત કરે છે, તેથી પ્રત્યેક તિથિ શું અહોરાત્રની અથવા ૨૯ મુહૂર્તની હોય છે.