________________
પ્રાકૃત-૧૩
તેરમું પ્રાભૂત ચંદ્ર માસમાં ચંદ્રની વૃદ્ધિ-અપવૃદ્ધિ
૩૦૧
ચંદ્રની વૃદ્ધિ-હાનિ :
१ ता कहं ते चंदमसो वढोऽवडी आहिएति वएज्जा ? ता अट्ठ पंचासीए मुहुत्तसए तीसं च बावद्विभागे मुहुत्तस्स, ता दोसिणापक्खाओ अंधगारपक्खं अयमाणे चंदे चत्तारि बायालसए छत्तालीसं च बावद्विभागे मुहुत्तस्स जाई चंदे रज्जइ, तं जहा- पढमाए पढमं भागं बिइयाए बिइयं भागं जाव पण्णरसीए पण्णरसमं भागं । चरमिसमए चंदे रत्ते भवइ, अवसेसे समए चंदे रत्ते य विरत्ते य भवइ ।
इयण्णं अमावासा, एत्थ णं पढमे पव्वे अमावासा ता अंधगारपक्खो । ભાવાર્થ:- પ્રશ્ન- ચંદ્ર માસમાં ચંદ્ર કેટલા કાળ સુધી વૃદ્ધિ—અપવૃદ્ધિ(ક્ષય, હાનિ)ને પામે છે ? ઉત્તર– પ્રત્યેક ચંદ્ર માસમાં ચંદ્ર આઠસો પંચાશી મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા ત્રીસ ભાગ(૮૮૫ ? મુહૂર્ત) પર્યંત વૃદ્ધિ—અપવૃદ્ધિને પામે છે.
શુક્લ પક્ષથી કૃષ્ણ પક્ષમાં ગમન કરતો ચંદ્ર(ચંદ્ર વિમાન રાહુ વિમાનથી) ચારસો બેતાલીસ પૂર્ણાંક છેતાલીસ બાસઠાંશ(૪૪૨ ) મુહૂર્ત પર્યંત આવરિત થાય છે અર્થાત્ કૃષ્ણ પક્ષમાં ચંદ્ર ક્ષયને પામે છે. પ્રથમ તિથિ–એકમના ચંદ્રનો પહેલો એક ભાગ આવિરત થાય છે, બીજી તિથિના બીજો ભાગ યાવત્ પંદરમી તિથિના ચંદ્રનો પંદરમો ભાગ આવરિત થાય છે. પંદરમી તિથિના ચરમ(અંતિમ) સમયે ચંદ્ર સંપૂર્ણ રીતે આવરત હોય છે. પંદરમી તિથિના અંતિમ સમયને છોડીને કૃષ્ણ પક્ષના શેષ સમયોમાં ચંદ્રના કેટલાક અંશો આવિરત અને કેટલાક અંશો અનાવરિત હોય છે.
આ અંધકાર(કૃષ્ણ) પક્ષની આમાવાસ્યા નામની પંદરમી તિથિ છે અને તે યુગનું અમાવાસ્યા નામનું પ્રથમ પર્વ છે.
२ ता णं दोसिणापक्खं अयमाणे चंदे चत्तारि बायालसए छत्तालीस च बावट्ठिभागा मुहुत्तस्स जाई चंदे विरज्जइ, तं जहा- पढमाए पढमं भागं बिइयाए बिइयं भागं जाव पण्णरसीए पण्णरसम भागं । चरिमेसमए चंदे विरत्ते भवइ, अवसेससमए रत्ते य विरत्ते य भवइ ।
इयण्णं पुण्णिमासिणी, एत्थ णं दोच्चे पव्वे पुण्णिमासिणी ता दोसिणा पक्खो । ભાવાર્થ:- જ્યોત્સના(શુક્લ) પક્ષમાં ગમન કરતો ચંદ્ર(ચંદ્ર વિમાન રાહુ વિમાનથી) ચારસો બેતાલીસ પૂર્ણાંક છેતાલીશ બાસઠાંશ(૪૪૨ ૪) મુહૂર્ત પર્યંત અનાવરિત થાય છે અર્થાત્ શુક્લ પક્ષમાં ચંદ્ર વૃદ્ધિને પામે છે. પ્રથમ તિથિ–એકમના ચંદ્રનો પહેલો એક ભાગ અનાવરિત(ખુલ્લો) થાય છે, બીજના