________________
પ્રાકૃત-૧૨
ભાવાર્થ:- પ્રશ્ન- પાંચ વર્ષના યુગમાં ચંદ્ર મંડળના કયા દેશભાગમાં છત્રાતિધ્ન યોગ થાય છે ? ઉત્તર– આ જંબુદ્રીપ નામના દ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબી જીવાથી ૧૨૪ ભાગવાળા મંડળનો છેદ કરવાથી ૩૧-૩૧ વિભાગવાળા ૪ વિભાગ થાય છે. તે ચાર વિભાગમાંથી દક્ષિણ-પૂર્વ અગ્નિકોણીય વિભાગના ૩૧ ભાગમાંથી ૨૭ ભાગ વ્યતીત કર્યા પછી અને આ અગ્નિકોણીય ચોથા વિભાગના ૨૩. કળા બાકી હોય ત્યારે આ છત્રાતિછત્ર યોગ સર્જાય છે.
આ યોગ સમયે ઉપર ચંદ્ર, મધ્યમાં નક્ષત્ર અને નીચે સૂર્ય હોય છે.
પ્રશ્ન- તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે ચિત્રા નક્ષત્રના યોગકાળનો ચરમ સમય હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૂર્વ કથિત દસ યોગમાંથી છઠ્ઠા છત્રાતિછત્ર યોગના સ્થાનનું કથન છે. નવ યોગો એક યુગમાં અનિયત અનેક દેશમાં થાય છે. જ્યારે આ યોગ પ્રતિનિયત દેશમાં જ થતો હોવાથી સૂત્રકારે તેનું વર્ણન કર્યું છે. છત્રાતિછત્ર યોગ : આ યોગમાં ઉપર ચંદ્ર, મધ્યમાં ચિત્રા નક્ષત્ર અને નીચે સૂર્ય હોય છે. ચિત્રા નક્ષત્ર ચોથા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. આ સૂત્રથી સિદ્ધ થાય છે કે નક્ષત્રનું ચોથું મંડળ ચંદ્ર મંડળની નીચે છે.
201
ચંદ્રમંળ
નક્ષત્ર મંડળ
સૂર્યમંડળ
૨૯૯
નક્ષમ
સાધ્વી સુબોધિકા
।। બારમું પ્રાભૃત સંપૂર્ણ ॥