________________
[ ૨૯૮]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
દસ પ્રકારના યોગ - २६ तत्थ खलु इमे दसविहे जोए पण्णत्ते, तं जहा- वसभाणू जोए, वेणुयाणु जोए, मंचे जोए, मंचाइमचे जोए, छत्ते जोए, छत्ताइछत्ते जोए जअणद्धे जोए, घणसंमद्दे जोए, पीणिए जोए, मंडूकप्पुत्ते जोए । ભાવાર્થ :- દસ પ્રકારના યોગ છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) વૃષભાનુયોગ. (૨) વેણુકાનુયોગ. (૩) મંચયોગ (૪) મંચાતિમંચયોગ. (૫) છત્રયોગ. (૬) છત્રાતિછત્રયોગ. (૭) યુગનદ્ધયોગ. (૮) ધનસંમર્દયોગ. (૯) પ્રીણિતયોગ. (૧૦) મંડુકÚતયોગ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં દસ પ્રકારના યોગોનો નામોલ્લેખ છે. નભોમંડળમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રના પરિભ્રમણના વર્તુળાકાર માર્ગ–મંડળ છે. તેમાં ચંદ્રના મંડળ મધ્યમા છે, નક્ષત્રના મંડળ તેની ઉપર-નીચે છે અને સૂર્યના મંડળ તેની નીચે છે. પોત-પોતાના મંડળ ઉપર પરિભ્રમણ કરતા આ ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને ગ્રહના સાથે ચાલવા રૂપે યોગના સમયે તેમનો દેખાવ વિવિધ પ્રકારના આકારવાળો દેખાય છે. આ દેખાતા આકારના આધારે તે યોગના વિવિધ નામો પ્રસિદ્ધ થયા છે, યથા– (૧) વૃષભાનુયોગ- જે યોગમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર વગેરે વૃષભના આકારે ગોઠવાયેલા હોય તે યોગ. (૨) વેણુકાનુયોગ જે યોગનો આકાર વાંસળી–વેણુ જેવો દેખાતો હોય તે યોગ. (૩) મંચયોગ- જે યોગનો આકાર મંચ જેવો હોય તે યોગ. (૪) મંચાતિમંચયોગ– જે યોગનો આકાર મંચ ઉપર ગોઠવેલા મંચ જેવો દેખાતો હોય તે યોગ. (૫) છત્રયોગ– જે યોગનો આકાર છત્ર જેવો દેખાતો હોય તે યોગ. (૬) છત્રાતિછત્રયોગ– જે યોગનો આકાર છત્ર ઉપર ગોઠવેલા છત્ર જેવો દેખાતો હોય તે યોગ. (૭) યુગનદ્ધયોગ- જે યોગનો આકાર યુગન્ધુંસર જેવો દેખાતો હોય તે યોગ. (૮) ધનસંમર્દયોગ- જે યોગમાં ચંદ્ર, સૂર્ય નક્ષત્રોની વચ્ચે કે ગ્રહોની વચ્ચે આવી જાય તેવો યોગ. (૯) પ્રીણિતયોગ– જેમાં ચંદ્ર, સૂર્ય એક બાજુથી એક ગ્રહ અને નક્ષત્ર સાથે યોગ કરે, પછી તે ગ્રહ અને નક્ષત્ર બીજા ચંદ્ર, સૂર્ય સાથે યોગ કરે તેવો યોગ. (૧૦) મંડૂકપ્લતયોગ મંડૂક–દેડકાની જેવી ગતિ- વાળો યોગ. આ યોગ ગ્રહ સાથે જ સંભવે છે, કારણ કે ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની ગતિ નિયત છે. એક ગ્રહની ગતિ જ અનિયત છે. છત્રાતિછત્રયોગનું સ્થાન - | २७ ता एएसिं णं पंचण्हं संवच्छराण छत्ताइच्छत्तं जोयं चंदे कसि देसंसि जोएइ ?
____ता जंबुद्दीवस्स दीवस्स, पाईण-पडिणाययाए, उदीण-दाहिणाययाए जीवाए मंडलं चउव्वीसेणं सएणं छित्ता दाहिण-पुरथिमिल्लसि चउभागमंडलंसि सत्तावीसं भागे उवाइणावेत्ता अट्ठावीसइभागं वीसधा छेत्ता अट्ठारसभागे उवाइणावेत्ता तिहिं भागेहिं दोहिं कलाहिं दाहिण-परस्थिमिल्लं चउब्भागमंडलं असंपत्ते. एत्थ णं से चंदे छत्ताइच्छत्तं जोयं जोइए ।
___ तं जहा- उप्पि चंदे, मज्झे णक्खत्ते, हेट्ठा आइच्चे । तं समयं च णं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता चित्ताहिं चित्ताणं चरमसमए ।