________________
પ્રાકૃત-૧૨
૨૯૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્ય અયનના પ્રારંભ સમયની ઋતુ, ચંદ્ર યોગ તથા સૂર્ય યોગનું વર્ણન છે. આષ્ટિ- આવૃત્તિ. વારંવાર થતું ગમનાગમન. આવૃત્તો નામ મૂળે પૂર્યા ગોતામનરૂપાક સૂર્ય–ચંદ્રના વારંવારના દક્ષિણ અને ઉત્તર તરફના ગમનાગમનને આવૃત્તિ કહેવામાં આવે છે. સૂર્ય અને ચંદ્રના સર્વાવ્યંતર મંડળથી સર્વબાહ્ય મંડળ તરફના ગમનને દક્ષિણાયન અને સર્વબાહ્ય મંડળથી સર્વાત્મ્યતર મંડળ તરફના ગમનને ઉત્તરાયણ કહે છે અને આ બંને અયન જ આવૃત્તિ રૂપ છે.
सुरस्स व अयणसमा आउट्टीओ जुगंमि दस होंति । चंदस्स य आउट्टी सयं च चोत्तीसयं चैव ॥
એક યુગમાં સૂર્યની અયનરૂપ દસ આવૃત્તિ થાય છે અને ચંદ્રની ૧૩૪ આવૃત્તિ થાય છે. એક વરસમાં સૂર્યના ૧૮૩ અહોરાત્ર પ્રમાણવાળા બે અયન(આવૃત્તિ) થાય છે અને એક યુગના પાંચ વરસમાં ૧૮૩ × ૧૦ = ૧૮૩૦ અહોરાત્રમાં ૫ × ૨ = ૧૦ અયન થાય છે.
એક નક્ષેત્ર માસમાં ચંદ્રની બે આવૃત્તિ(અયન) થાય છે અને એક નક્ષત્ર સંવત્સરમાં ચંદ્રના ૨૪ અયન થાય છે એક યુગમાં ૬૭ નક્ષત્ર માસ છે, તેથી એક યુગમાં ચંદ્રના ૬૭ × ૨ – ૧૩૪ આવૃત્તિ(અયન) થાય છે.
યુગના પ્રથમ વર્ષે સૂર્યની દક્ષિણાયનવાળી પ્રથમ આવૃત્તિ થાય છે અને ઉત્તરાયણવાળી બીજી આવૃત્તિ થાય છે. પુનઃ યુગના બીજા વર્ષે દક્ષિણાયનવાળી ત્રીજી અને ઉત્તરાયણવાળી ચોથી આવૃત્તિ થાય છે. આ રીતે પેલી, ત્રીજી, પાંચમી, સાતમી તથા નવમી, આ પાંચ આવૃત્તિ દક્ષિણાયનના પ્રારંભવાળી અને બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી તથા દસમી, આ પાંચ આવૃત્તિ ઉત્તરાયણના પ્રારંભવાળી હોય છે. પ્રસ્તુત સૂત્રમાં માત્ર દક્ષિણાયનના પ્રારંભવાળી પાંચ આવૃત્તિમાં સૂત્રકારે તેને જ ક્રમશઃ વર્ષાકાલીન પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આવૃત્તિ કહી છે અને ઉત્તરાયણના પ્રારંભવાળી પાંચ આવૃત્તિને સૂત્રકારે હેમંત ઋતુકાલીન પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આવૃત્તિ કહી છે.
દક્ષિણાયનવાળી પ્રથમ આવૃત્તિનો પ્રારંભ વર્ષાકાલીન શ્રાવણ વદ–૧, બીજી આવૃત્તિનો પ્રારંભ શ્રાવણ વદ–૧૩, ત્રીજી આવૃત્તિનો પ્રારંભ શ્રાવણ-સુદ–૧૦, ચોથી આવૃત્તિનો પ્રારંભ શ્રાવણ વદ–૭ અને પાંચમી આવૃત્તિનો પ્રારંભ શ્રાવણ સુદ-૪થી થાય છે.
આવૃત્તિની પ્રારંભતિથિ શોધવાની ગણિત પદ્ધતિ :– જે આવૃત્તિના પ્રારંભની તિથિ જાણવી હોય તે · આવૃત્તિની સંખ્યામાંથી એક બાદ કરતાં જે સંખ્યા વધે, તેનો ૧૮૩ સાથે ગુણાકાર કરવો અને જે સંખ્યા વડે ગુણાકાર કર્યો હતો તે સંખ્યાને ત્રણ ગુણી કરી, તેમાં ૧ ઉમેરીને તે સંખ્યા એકસો ત્ર્યાસીના ગુણન રાશિમાં ઉમેરીને તેનો ૧૫થી ભાગકાર કરવો. ભાગકાર કરતાં ભાગમાં જે સંખ્યા આવે તેટલા પર્વ પછી ઇચ્છિત આવૃત્તિ થાય છે અને તે ભાગમાં આવેલી સંખ્યા એકી સંખ્યા હોય તો શુક્લપક્ષ અને બેકી સંખ્યા હોય તો કૃષ્ણપક્ષ સમજવો. જે સંખ્યા શેષમાં રહે તે તિથિએ ઇચ્છિત આવૃત્તિ થાય છે, તેમ જાણવું. ઉદાહરણ રૂપે જોઈએ
૧
યુગની પ્રથમ આવૃત્તિની તિથિ – પ્રથમ આવૃત્તિ છે માટે ૧ સંખ્યા ગ્રહણ કરી, તેમાંથી એકને બાદ કરતાં ૧–૧ = ૦ શૂન્ય આવશે.(શેષ કોઈ સંખ્યા રહેતી નથી તેથી પૂર્વના યુગની છેલ્લી દશમી આવૃત્તિની