________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
तं समयं य णं सूरेकेणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं चरिमसमए ।
૨૯૪
ભાવાર્થ :- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની હેમંત ઋતુકાલીન ત્રીજી આવૃત્તિના(ત્રીજા ઉત્તરાયણના) પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે ચંદ્ર પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ પુષ્ય નક્ષત્રના યોગ કાળના ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા તેતાલીસ ભાગ તથા સડસઠીયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ(૧૯ રૂ, ૐ મુહૂર્ત) શેષ હોય ત્યારે થાય છે.
પ્રશ્ન– તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ ઉત્તરાષાઢા નક્ષત્રના યોગકાળના ચરમ સમયમાં થાય છે. २४ता एसि णं पंचण्हं संवच्छराणं चउत्थि हेमंति आउट्टि चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता मूलेणं, मूलस्स छ मुहुत्ता अट्ठावण्णं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता वीसं चुण्णिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं चरिमसमए ।
ભાવાર્થ:પ્રશ્ન- પાંચ વર્ષના યુગની હેમંતઋતુકાલીન ચોથી આવૃત્તિના(ચોથા ઉત્તરાયણના) પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે ચંદ્ર મૂળ નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ મૂળ નક્ષત્રના યોગકાળના છ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા અઠાવન ભાગ તથા સડસઠીયા વીસ ચૂર્ણિકા ભાગ(પૂર, ધ્રુ મુહૂર્ત) શેષ હોય ત્યારે થાય છે.
પ્રશ્ન− તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર– તે સમયે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ ઉત્તરાષાઢા નક્ષત્રના યોગકાળના ચરમ સમયમાં થાય છે.
२५ता एसि णं पंचण्हं संवच्छराणं पंचमं हेमंति आउट्टि चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता कत्तियाहिं, कत्तियाणं अट्ठारस मुहुत्ता छत्तीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता छ चुण्णिया भागा सेसा ।
तं समयं च सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं चरिमसमए ।
ભાવાર્થ :- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની હેમંત ઋતુકાલીન પાંચમી આવૃત્તિના(પાંચમા ઉત્તરાયણના) પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર– તે સમયે ચંદ્ર કૃત્તિકા નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ કૃત્તિકા નક્ષત્રના યોગકાળના અઢાર મુહૂર્ત અને બાસઠીયા છત્રીસ તથા સડસઠીયા છ ચૂર્ણિકા ભાગ(૧૮ ૬, ૬) મુહૂર્ત શેષ હોય ત્યારે થાય છે.
પ્રશ્ન– તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ ઉત્તરાષાઢા નક્ષત્રના યોગકાળના અંતિમ સમયમાં હોય છે.