________________
પ્રાકૃત-૧૨
ભાવાર્થ:- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની વર્ષાકાલીન પાંચમી આવૃત્તિના(પાંચમા દક્ષિણાયનના) પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે. ઉત્તર- તે સમયે ચંદ્ર પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ પૂર્વાફાલ્ગુની નક્ષત્રના યોગકાળના બાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા સુડતાલીસ ભાગ તથા સડસઠીયા તેર ચૂર્ણિકા ભાગ(૧૨ છુ, ૐ મુહૂર્ત) શેષ હોય ત્યારે થાય છે.
૨૯૩
પ્રશ્ન− તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર– તે સમયે સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જ હોય છે.
२१ तास णं पंचण्हं संवच्छराणं पढमं हेमंति आउट्टि चंदे केण णक्खत्तेणं जोएइ ? ता हत्थेण, हत्थस्स णं पंचमुहुत्ता पण्णासं च बावट्ठिभाग मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेता सट्ठि चुण्णिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं उत्तराणं आसाढाणं चरिमसमए ।
ભાવાર્થ:- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની હેમંતૠતુ કાલીન પ્રથમ આવૃત્તિ(પ્રથમ ઉત્તરાયણ)ના પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે ચંદ્ર હસ્ત નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ હસ્ત નક્ષત્રના યોગ કાળના પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા પચાસ ભાગ તથા સડસઠીયા સાઠ ચૂર્ણિકા ભાગ(૫ પૂર્, ઠ્ઠ મુહૂર્ત) શેષ હોય ત્યારે થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ ઉત્તરાષાઢા નક્ષત્રના યોગ કાળના ચરમ સમયમાં થાય છે.
२२ तास णं पंचण्हं संवच्छराणं दोच्चं हेमंति आउट्टिं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता सतभिसयाहिं, सतभिसयाणं दुण्णि मुहुत्ता अट्ठावीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेता छत्तालीसं च चुण्णिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं चरिमसमए ।
ભાવાર્થ:- પ્રશ્ન- પાંચ વર્ષના યુગની હેમંત ઋતુકાલીન બીજી આવૃત્તિના(બીજા ઉત્તરાયણના) પ્રારંભ સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર- તે સમયે ચંદ્ર શતભિષક્ નક્ષેત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ શતભિષક્ નક્ષત્રના યોગ કાળના બે મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા અઠ્યાવીસ ભાગ તથા સડસઠીયા છેતાલીસ ચૂર્ણિકા ભાગ(૨ ૨, ૬ મુહૂર્ત) શેષ હોય ત્યારે થાય છે.
પ્રશ્ન− તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે ? ઉત્તર– તે સમયે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે અને તે યોગ ઉત્તરાષાઢા નક્ષત્રના યોગ કાળના ચરમ સમયમાં થાય છે.
२३ ता एएसि णं पंचण्हं संवच्छराणं तच्चं हेमंति आउट्टि चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता पूसेणं, पुसस्स एगूणवीसं मुहुत्ता तेतालीसं च बावट्टिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता तेत्तीसं च चुणिया भागा सेसा ।