________________
પ્રાભૂત-૧૨
સાતમા પર્વમાં (૩) અગિયારમા પર્વમાં (૪) પંદરમા પર્વમાં (૫) ઓગણીસમા પર્વમાં (૬) ત્રેવીસમા પર્વમા.
१५ तत्थ खलु इमे छ अइरत्ता पण्णत्ता, तं जहा- चउत्थे पव्वे अट्ठमे पव्वे बारसमे-पव्वे सोलसमे-पव्वे वीसइमे-पव्वे चउवीसइमे पव्वे ।
छच्चेव य अइरत्ता, आइच्चाओ हवंति माणाहिं । छच्चेव ओमरत्ता, चंदाहिं हवंति माणाहिं ॥ १ ॥
૨૮૭
ભાવાર્થ:એક વર્ષમાં અતિરાત્રિઓ—વૃદ્ધિ તિથિઓ છ હોય છે, જેમ કે– (૧) ચોથા પર્વમાં (૨) આઠમા પર્વમાં (૩) બારમા પર્વમાં (૪) સોળમા પર્વમાં (૫) વીસમા પર્વમાં (૬) ચોવીસમા પર્વમાં. ગાથાર્થ ઃ– છ અતિરાત્રિઓ આદિત્યમાસમાં હોય છે અને છ અવમરાત્રિઓ ચંદ્રમાસમાં હોય છે. ॥ ૧ ॥ વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ ઋતુઓ, અવમરાત્રિ અને અતિરાત્રિનું વર્ણન છે.
ૠતુઓ ચંદ્ર અને સૂર્યના આશ્રયે પ્રવર્તે છે. પ્રત્યેક ચંદ્ર સંવત્સર અને સૂર્ય સંવત્સરમાં છ-છ ૠતુઓ હોય છે. ર૯ રૂ અહોરાત્રનો એક ચંદ્રમાસ છે, તેવા બે ચંદ્રમાસ એટલે ૫૯ ? અહોરાત્રની એક ચંદ્ર ઋતુ હોય છે તથા ૩૦ o (સાડીત્રીસ) અહોરાત્રનો એક સૂર્ય માસ અને તેવા બે સૂર્ય માસ એટલે ૬૧ અહોરાત્રની એક સૂર્ય ઋતુ હોય છે.
યુગના પ્રારંભ સમયે પ્રાવૃષ ઋતુ અને તેનો શ્રાવણ માસ હોય છે. તેથી છ ઋતુઓમાં પ્રાવૃષ ઋતુ પ્રથમ ગણવામાં આવે છે અને ત્યારપછી ક્રમશઃ વર્ષા, શરદ, હેમંત, વસંત અને છઠ્ઠી ગ્રીષ્મ . ઋતુ છે. એક ૠતુમાં બે-બે માસ સમાવિષ્ટ થાય છે, યથા– (૧) પ્રાવૃષ ઋતુમાં અષાઢ અને શ્રાવણ (૨) વર્ષા ઋતુમાં ભાદરવો અને આસો (૩) શરદ ઋતુમાં કારતક અને માગસર (૪) હેમંત ઋતુમાં પોષ અને મહા (૫) વસંત ઋતુમાં ફાગણ અને ચૈત્ર (૬) ગ્રીષ્મ ઋતુમાં વૈશાખ અને જેઠ.
લૌકિક વ્યવહારમાં વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ, આ છ ઋતુ મનાય છે અને વર્ષાનો પ્રારંભ શ્રાવણ માસથી થાય છે.
કોમર્ત્તા :- અવમરાત્ર, ક્ષય પામતી અર્થાત્ ઘટતી તિથિને અવમરાત્ર કહે છે. અવમ એટલે હીન, ક્ષય પામતી રાત્રિ,
चंद उऊ मासाणं अंसा जे विसेसंमि ।
ते ओमरत्ताभागा भवंति मासस्स नायव्वा ॥ १ ॥
बावट्ठीभागमेगं दिवसे संजायइ ओमरत्तस्स । बावट्ठिए दिवसेहिं ओमरतं तओ हवइ ॥ १२ ॥
ચંદ્રમાસ અને ૠતુમાસ–કર્મમાસનો વિશ્લેષ કરતા(અંતર શોધતા) કર્મમાસના શેષ રહેતા અંશો અવમ અંશ કહેવાય છે. ॥ ૧ ॥ પ્રત્યેક અહોરાત્રમાં બાસઠીયો એક ભાગ( અહોરાત્ર) અવમ અંશ અને ૬૨મી અહોરાત્રિ અવમરાત્ર(ક્ષયતિથિ) થાય છે. ।। ૨ । તેનું તાત્પર્ય એ છે કે એક કર્મમાસનું પ્રમાણ ૩૦