________________
૨૮૮ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
અહોરાત્ર છે અને ચંદ્રમાસનું પ્રમાણ ૨૯ ફુર અહોરાત્ર છે. તેનો ૩૦–૨૯ ૩-૪ (આ રીતે વિશ્લેષ-અંતર શોધવા માટે બાદ બાકી કરવામાં આવે તો) બાસઠીયા ત્રીસ અંશ અવમ અંશ રૂપે પ્રાપ્ત થાય છે. ૩૦ અહોરાત્રે ભાગ અવરાત્રના હોય તો, એક અહોરાત્રે કેટલા ? આ રીતે ત્રિરાશિ મૂકતા પ્રત્યેક અહોરાત્રે ભાગ અવરાત્રના પ્રાપ્ત થાય છે.
એક અહોરાત્રના બાસઠ ભાગ(અંશ) કરવામાં આવે, તો તેના ૬૧ ભાગમાં પ્રથમ તિથિ સમાપ્ત થાય છે. ચંદ્રમાસમાં પ્રત્યેક તિથિ : અહોરાત્રના પ્રમાણવાળી છે. પ્રથમ અહોરાત્રના ૬૧મા ભાગે પ્રથમ તિથિ સમાપ્ત થઈ અને છેલ્લો જે ભાગ બાકી રહ્યો, તે અંશ બીજી તિથિનો ગણાય છે. બીજી તિથિનો બાસઠીયો એક અંશ પ્રથમ અહોરાત્રમાં વ્યતીત થયો તેથી બીજા અહોરાત્રમાં બીજી તિથિના દ0 અંશ રહ્યા.
બીજા અહોરાત્રમાં બાસઠીયા બે અંશ શેષ હોય ત્યારે બીજી તિથિ પૂર્ણ થઈ જાય છે અને શેષ બે અંશ ત્રીજી તિથિના ગણાય છે. આ રીતે ત્રીજા અહોરાત્રમાં અંતિમ ત્રણ અંશ ચોથી તિથિના, ચોથા અહોરાત્રમાં અંતિમ ચાર અંશ પાંચમી તિથિના, પાંચમા અહોરાત્રમાં અંતિમ પાંચ અંશ છઠ્ઠી તિથિના ગણાય છે. આ રીતે ઉત્તરોત્તર એક-એક અહોરાત્રમાં પૂર્વની તિથિના એક-એક અંશ હાનિ પામે છે અને પછીની તિથિમાં એક-એક અંશ વૃદ્ધિ પામે છે.
આ પ્રમાણે ગણના કરતા ૩૦મા અહોરાત્રે બાસઠીયા બત્રીસ(૨૩) અંશ ૩૦મી તિથિના અને બાસઠીયા ત્રીસ અંશ એકત્રીસમી તિથિ(બીજા માસની એકમ)ના ગણાય છે. સાઠમા અહોરાત્રે સાઠમી તિથિના બે અંશ અને એકસઠમી તિથિના સાઠ અંશ ભોગવાય છે.
એકસઠમા અહોરાત્રે એકસઠમી તિથિનો છેલ્લો એક અંશ જ ભોગવાય છે અને બાસઠમી તિથિના ૧ અંશ ભોગવાય છે એટલે બાસઠમી આખીતિથિ એકસઠમા અહોરાત્રમાં એટલે એકમમાં સમાઈ જાય છે. એકસઠમા અહોરાત્રમાં(૧મી અને રમી) બે તિથિ પૂર્ણ થાય છે તેથી બાસઠમા અહોરાત્રના સૂર્યોદય સમયે ત્રેસઠમીતિથિ શરૂ થાય છે. આમ થવાથી બાસઠમી બીજ તિથિ સૂર્યોદયને પામી નહીં, તેથી લોકમાં તે પતિત– ક્ષયતિથિ (અવમરાત્ર) કહેવાય છે.
યુગનો પ્રારંભ શ્રાવણવદ એકમથી થાય છે. ત્યાંથી એકસઠમી તિથિ અર્થાત્ આસોવદ એકમમાં બાસઠમી તિથિ એટલે આસોવદ બીજ સમાય જાય છે, તેથી બીજ અવમરાત્ર(ક્ષયતિથિ) કહેવાય છે અને તે બીજ એકમમાં સમાય છે તે સૂચિત કરવા તે એકમને પાતતિથિ કહે છે. પાતતિથિમાં અવમતિથિ સમાય છે. સંક્ષેપમાં જે તિથિનો ક્ષય થાય, તે અવમતિથિ-ક્ષયતિથિ છે અને જે તિથિમાં ક્ષય પામે, તે પાતતિથિ કહેવાય છે. યુગના પ્રારંભ પછી પ્રથમ અવમાત્ર આસો વદમાં આવે છે. તફા પબ્લે... - ત્રીજા પર્વમાં. અમાસ અને પૂર્ણિમા પર્વ કહે છે, ઉપલક્ષણથી અહીં પંદર દિવસના પક્ષને જ પર્વ કહ્યો છે. પ્રત્યેક ઋતુના ત્રીજા, સાતમા પર્વમાં અર્થાત્ ત્રીજા, સાતમાં પક્ષમાં અવરાત્ર પ્રાપ્ત થાય છે. igg પળે -ત્રીજા પર્વના એકસઠમા અહોરાત્રમાં રમી તિથિ સમાય છે, માટે દરમી તિથિ અવરાત્ર કહેવાય છે, તેથી ૩0 અહોરાત્રનો એક માસ અને એક માસના બે પક્ષના હિસાબે ચાર-ચાર પક્ષ પછી અવમાત્ર આવે.