________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
આ સમયને અર્થાત્ ચારે પ્રકારના યુગના માસને ૧૫થી ગુણીને પછી ૧૨ થી ભાગતા ૭૪૪ અભિવર્ધિત સંવત્સર, ૬૦×૧૫૬ = ૯૩૬૦ + ૧૨ = ૭૮૦ સૂર્ય સંવત્સર, ૧×૧૫૬ = ૯૫૧૬ + ૧૨ = ૭૯૩ ૠતુ સંવત્સર, ૬૨×૧૫૬ = ૯૬૭૨ + ૧૨ = ૮૦૬ ચંદ્ર સંવત્સર અને ૬૭×૧૫૬ = ૧૦૪પર + ૧૨ - ૮૭૧ નક્ષત્ર સંવત્સર પ્રાપ્ત થાય છે. આટલા સંવત્સર પછી અભિવર્ધિત, સૂર્ય, ઋતુ, ચંદ્ર અને નક્ષત્ર, આ પાંચે ય સંવત્સરનો સાથે પ્રારંભ અને અંત થાય છે.
ર
ચંદ્ર સંવત્સરના અહોરાત્રનું ભિન્ન-ભિન્ન રીતે કથન -
:
१२ ता णयट्टयाए णं चंदे संवच्छरे तिण्णि चठप्पण्णे राइदियसए दुवालस य बावद्विभागे राईदियस्स आहिएति वएज्जा ।
ता अहातच्चे णं चंदे संवच्छरे तिण्णि चठप्पण्णे राइदियसए पंच य मुहुत्ते पण्णासं च बावट्टि भागे मुहुत्तस्स, आहिएति वएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન− એક નયથી કહીએ તો એક ચંદ્ર સંવત્સર ત્રણસો ચોપન પૂર્ણાંક બાર બાસઠાંરા (૩૫૪ ) અહોરાત્ર પ્રમાણ છે.
તે જ ચંદ્ર સંવત્સર પ્રમાણને યથાતથ્ય રૂપે કહીએ તો એક ચંદ્ર સંવત્સર ૩૫૪ અહોરાત્ર ૫ ર મુહૂર્ત પ્રમાણ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાથે પ્રારંભ થયેલા ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર વગેરે પાંચે સંવત્સરોની સહ સમાપ્તિના(સાથે સમાપ્ત થવાના) અંતરનું વર્ણન છે.
ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિની પરિભ્રમણની ગતિ ભિન્ન-ભિન્ન છે, તેથી પાંચે પ્રકારના સંવત્સરના અહોરાત્રની સંખ્યા ભિન્ન-ભિન્ન છે, તેથી સાથે પ્રારંભ થયેલા તે સંવત્સરોની પૂર્ણાહૂતિ સાથે થતી નથી, પરંતુ કેટલાક સંવત્સરો વ્યતીત થયા પછી તે સંવત્સરો સાથે સમાપ્ત થાય છે. જેમ કોઈ ત્રણ વ્યક્તિ એક સાથે વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ એક નિશ્ચિત સ્થાનેથી દોડનો પ્રારંભ કરે, તેમાં પહેલી વ્યક્તિ એક કલાકે વર્તુળ પૂર્ણ કરે છે, બીજી વ્યક્તિ બે કલાકે અને ત્રીજી વ્યક્તિ ત્રણ કલાકે વર્તુળ પૂર્ણ કરે છે. પહેલા કલાકે પહેલી વ્યક્તિ એકલી જ પ્રારંભ સ્થાને પહોંચી વર્તુળ પૂર્ણ કરે છે અને પુનઃ વર્તુળ ઉપર દોડનો પ્રારંભ કરે છે. બીજા કલાકે પહેલી વ્યક્તિ બીજીવાર વર્તુળ પૂર્ણ કરે છે, ત્યારે બીજી વ્યક્તિ પ્રથમ વર્તુળ તેની સાથે પૂર્ણ કરે છે. ત્રીજા કલાકે પહેલી વ્યક્તિ ત્રીજું વર્તુળ અને ત્રીજી વ્યક્તિ પહેલું વર્તુળ સાથે સમાપ્ત કરે છે. પાંચમા કલાકે પહેલી વ્યક્તિ વર્તુળ સમાપ્તિ સમયે એકલી હોય છે અને છઠ્ઠા કલાકે પહેલી વ્યક્તિ છઠ્ઠું વર્તુળ, બીજી વ્યક્તિ ત્રીજું વર્તુળ અને ત્રીજી વ્યક્તિ બીજું વર્તુળ સાથે પૂર્ણ કરે છે. આ રીતે દર બે કલાકે પહેલી અને બીજી, દર ત્રણ કલાકે પહેલી અને ત્રીજી, દર છ કલાકે ત્રણે વ્યક્તિ વર્તુળ સમાપ્તિમાં સાથે હોય છે. તે જ રીતે સાથે પ્રારંભ થયેલા સૂર્ય, ચંદ્ર, નક્ષત્રાદિ સંવત્સરો દર સંવત્સરે સાથે સમાપ્ત થતાં નથી પણ ભિન્ન-ભિન્ન કાળે સમાપ્ત થાય છે. સાથે સમાપ્ત થતાં સંવત્સરોનું અંતર સૂત્રકારે ત્રણ રીતે બતાવ્યું છે– (૧) સૂર્ય અને ચંદ્ર આ બે સંવત્સરોની સહ સમાપ્તિ. (૨) સૂર્ય, ઋતુ, ચંદ્ર અને નક્ષત્ર, આ ચાર સંવત્સરોની સહ સમાપ્તિ. (૩) અભિવર્ધિત, સૂર્ય, ઋતુ, ચંદ્ર અને નક્ષત્ર, આ પાંચ સંવત્સરોની સહ સમાપ્તિ. (૧) સૂર્ય સંવત્સર અને ચંદ્ર સંવત્સરની સહસમાપ્તિ :– સાથે પ્રારંભ થયેલા સૂર્ય સંવત્સર અને ચંદ્ર ઃ–