________________
૨૭૪ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ૬, ૧૦,૨૦ + ૫ = ૧૦, ૨૫ રૂ (દસ હજાર છસો પચ્ચીસ પૂર્ણાક પચાસ બાસઠાંસ) મુહૂર્ત એક ચંદ્ર વર્ષમાં પ્રાપ્ત થાય છે. બદતુ માસઃ સંવત્સરાદિના અહોરાત્ર: મુહૂર્ત સંખ્યા:| ४ ता एएसि णं पंचण्हं संवच्छराणं तच्चस्स उऊसंवच्छरस्स उऊमासे तीसइ मुहुत्तेणं अहोरत्तेणं गणिज्जमाणे केवइए राइंदियग्गेणं आहिएति वएज्जा ? ता तीसं राईदियाणं राइदियग्गे णं आहिएति वएज्जा ।
ता से णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता णव मुहुत्तसयाई मुहुत्तग्गेणं आहिएति वएज्जा । ता एस णं अद्धा दुवालसखुत्तकडा उऊ संवच्छरे।
ता से णं केवइए राइंदियग्गे णं आहिएति वएज्जा ? ता तिण्णि सढे राइंदियसए राइदियग्गेणं आहिएति वएज्जा ।
ता से णं केवइए मुहुत्तग्गेणं आहिए त्ति वएज्जा ? ता दस मुहुत्तसहस्साई अट्ठ य मुहुत्तसयाई मुहुत्तग्गेणं आहिएति वएज्जा । ભાવાર્થ – પ્રશ્ન- આ પાંચ પ્રકારના સંવત્સરમાંથી ત્રીજા ઋતુ સંવત્સરના ઋતુ માસમાં ૩૦ મુહૂર્તના એક અહોરાત્રના હિસાબે કેટલા અહોરાત્ર થાય છે? ઉત્તર- એક ઋતુ માસમાં ૩૦ અહોરાત્ર થાય છે.
પ્રશ્ન- એક ઋતુમાસમાં કેટલા મુહૂર્ત હોય છે? ઉત્તર- એક ઋતુ માસમાં ૯00 મુહૂર્ત હોય છે. આ કાળને બાર ગુણા કરતાં એક ઋતુ સંવત્સર થાય છે.
પ્રશ્ન- આ બાર ઋતુમાસવાળા એક ઋતુ સંવત્સરમાં કેટલા અહોરાત્ર હોય છે? ઉત્તર- એક ઋતુ સંવત્સરમાં ૩૬૦ અહોરાત્ર હોય છે.
પ્રશ્ન– એક ઋતુ સંવત્સરમાં કેટલા મુહૂર્ત હોય છે? ઉત્તર- એક ઋતુ સંવત્સરમાં દસ હજાર આઠસો(૧૦, ૮૦૦) મુહૂર્ત હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઋતુસંવત્સર તથા ઋતુમાસના અહોરાત્ર અને મુહૂર્તનું કથન છે.
એક યુગમાં ૬૧ &તુમાસ છે અને એક યુગમાં ૧૮૩૦ અહોરાત્ર છે, તેથી એક ઋતુ માસમાં(૧૮૩૦ + ૧ = ૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે. તેના મુહૂર્ત કરવા ૩૦ થી ગુણતા ૩૦ x ૩૦ = ૯૦૦ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. એક ઋતુ સંવત્સરના ૧૨ માસના ઋતુમાસના અહોરાત્ર સાથે ગુણતાં ૩૦ અહોરાત્ર x ૧૨ = ૩૬૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે અને ૩૬૦ x ૩૦ મુહૂર્ત = દસ હજાર આઠસો ૧૦,૮૦૦ મુહૂર્ત એક ઋતુ સંવત્સરમાં હોય છે. આદિત્ય માસઃ સંવત્સરાદિના અહોરાત્ર મુહૂર્ત સંખ્યા :| ५ ता एएसि णं पंचण्हं संवच्छराणं चउत्थस्स आइच्चसंवच्छरस्स आइच्चे मासे तीसइमुहुत्तेणं अहोरत्तेणं गणिज्जमाणे केवइए राइदियग्गेणं आहिएति