________________
પ્રાભૂત-૧૨
तीसइमुहुत्तेणं अहोरत्तेणं गणिज्जमाणे केवइए राइंदियग्गेणं आहिएति वएज्जा? ता एगूणतीसं राइंदियाइं बत्तीसं बावट्टिभागा राइंदियस्स राइंदियग्गेणं आह वएज्जा ।
૨૭૩
तासे णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता अट्ठपंचासए मुहुत्ते त्तीसं बावट्ठिभागे मुहुत्तग्गेणं आहिएति वएज्जा । ता एस णं अद्धा दुवालसखुत्तकडा चंदे संवच्छरे ।
ता से णं केवइए राइंदियग्गेणं आहिएति वएज्जा ? ता तिण्णिचउप्पण्णे राइंदियसए दुवालस य बावट्ठिभागा राईदियग्गेणं आहिएति वएज्जा ।
ता से णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता दसमुहुत्तसहस्साइं छच्च पणवीसे मुहुत्तसए पण्णासं च बावद्विभागे मुहुत्तग्गेणं णं आह
वएज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ પાંચ પ્રકારના સંવત્સરમાંથી બીજા ચંદ્ર સંવત્સરના ચંદ્ર માસમાં ૩૦ મુહૂર્તના એક અહોરાત્રના હિસાબે કેટલા અહોરાત્ર હોય છે ? ઉત્તર- એક ચંદ્ર માસમાં ઓગણત્રીસ પૂર્ણાંક બત્રીસ બાસઠાંશ(૨૯ ) અહોરાત્ર હોય છે.
પ્રશ્ન– એક ચંદ્ર માસમાં કેટલા મુહૂર્ત હોય છે ? ઉત્તર- એક ચંદ્ર માસમાં આઠસો પંચાસી પૂર્ણાંક ત્રીસ બાસઠાંશ(૮૮૫ ) મુહૂર્ત હોય છે. આ કાળને બાર ગણો કરતાં એક ચંદ્ર સવંત્સર થાય છે.
પ્રશ્ન- આ બાર ચંદ્ર માસવાળા ચંદ્ર સંવત્સરમાં કેટલા અહોરાત્ર હોય છે ? ઉત્તર- એક ચંદ્ર સંવત્સરમાં ત્રણસો ચોપન પૂર્ણાંક બાર બાસઠાંશ(૩૫૪ ૧) અહોરાત્ર હોય છે.
પ્રશ્ન- એક ચંદ્ર સંવત્સરમાં કેટલા મુહૂર્ત હોય છે ? ઉત્તર- એક ચંદ્ર સંવત્સરમાં દસ હજાર છસો પચીસ પૂર્ણાંક પચાસ બાસઠાંશ(૧૦, ૬૨૫ પુ) મુહૂર્ત હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર સંવત્સરના તથા ચંદ્ર માસના અહોરાત્ર તથા મુહૂર્તનું કથન છે. એક યુગના ૧૮૩૦ અહોરાત્ર(રાત્રિ-દિવસ) હોય છે. એક યુગમાં બાસઠ ચંદ્ર માસ છે, તેથી એક ચંદ્ર માસમાં(૧૮૩૦ + ૨ =) ૨૯ ર્ અહોરાત્ર થાય છે અને એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત હોવાથી ૨૯ × ૩૦માં ૨૯ × ૩૦ = ૮૭૦ અને ૩ર × ૩૦ = ૯૬૦ + ર = ૧૫ ૢ, ૮૭૦ + ૧૫ ૢ = ૮૮૫ ૢ મુહૂર્ત એક ચંદ્ર માસના થાય છે.
એક ચંદ્ર સંવત્સરમાં ૧૨ માસ છે અને એક ચંદ્ર માસમાં ૨૯ ર્ અહોરાત્ર છે, તેથી એક ચંદ્ર સંવત્સરમાં ૨૯ ર્ × ૧૨માં ૨૯ × ૧૨ = ૩૪૮, ૩ર × ૧૨ = ૩૮૪ + ર = ૬ ૧, ૩૪૮ + ૬ ૧૨ = ૩૫૪ ૧ અહોરાત્ર હોય છે.
તેના મુહૂર્ત કરતાં ૩૫૪ ૧× ૩૦માં ૩૫૪ × ૩૦ = ૧૦૬૨૦, ૧૨ × ૩૦ = ૩૬૦ + ૬૨ =