________________
પ્રાભૃત-૧૨
૨૭૧ |
બારમું પ્રાભૃત ( સંવત્સરઃ અહોરાત્ર–મુહૂર્ત )
સંવત્સરના પાંચ પ્રકાર:| १ ता कइ णं संवच्छरा आहिएति वएज्जा ? तत्थ खलु इमे पंच संवच्छरा पण्णत्ता, तं जहा- णक्खत्ते चंदे उऊ आइच्चे अभिवड्डिए । ભાવાર્થ :- પ્રશ્ન- સંવત્સર કેટલા છે? ઉત્તર- સંવત્સર પાંચ છે, જેમ કે- (૧) નક્ષત્ર સંવત્સર (૨) ચંદ્ર સંવત્સર (૩) ઋતુ સંવત્સર (૪) આદિત્ય સંવત્સર અને (૫) અભિવર્ધિત સંવત્સર. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારના સંવત્સરનો નામોલ્લેખ છે. (૧) નક્ષત્ર સંવત્સર:- જેટલા સમયમાં ચંદ્ર ૨૮ નક્ષત્રોને ભોગવે છે(યોગ કરે છે), તેટલા કાળને નક્ષત્ર માસ કહે છે અને ૧૨ નક્ષત્ર માસને નક્ષત્ર સંવત્સર કહે છે. (૨) ચંદ્ર સંવત્સર:- જેટલા સમયમાં ચંદ્ર એકમથી પૂર્ણિમા પર્વતની ૩૦ તિથિઓને ભોગવે છે, તેટલા કાળને ચંદ્રમાસ કહે છે અને ૧૨ ચંદ્ર માસને ચંદ્ર સંવત્સર કહે છે. (૩) ઋતુ સંવત્સર :- જેમાં ઋતુની મુખ્યતા હોય તે ઋતુ સંવત્સર અર્થાત્ જેટલા કાળમાં સૂર્ય-ચંદ્ર વર્ષા, હેમંત, ગ્રીષ્માદિ ત્રણ ઋતુને ભોગવે છે, તેને ઋતુ સંવત્સર કહે છે. (૪) સૂર્ય સંવત્સર:- જેટલા સમયમાં સૂર્ય ૧૮૩ મંડળ રૂપ ક્ષેત્રને બે વાર ભોગવે છે, તેટલા કાળને સૂર્ય સંવત્સર કહે છે. (૫) અભિવર્ધિત સંવત્સર:- એક ચંદ્રમાસ અધિક હોય અર્થાત્ ૧૩ ચંદ્રમાસવાળા વર્ષને અભિવર્ધિત સંવત્સર કહે છે. નક્ષત્ર માસઃ નક્ષત્ર સંવત્સરાદિના અહોરાત્ર મુહૂર્ત સંખ્યા - | २ ता एएसि णं पंचण्हं संवच्छराणं पढमस्स णक्खत्त-संवच्छरस्स णक्खत्त-मासे तीसइ मुहुत्तेणं अहोरत्तेणं गणिज्जमाणे केवइए राइंदियग्गेणं आहिएति वएज्जा ? ता सत्तावीसं राइदियाई एक्कवीसं च सत्तट्ठिभागा राइंदियस्स राइदियग्गेणं आहिए ति वएज्जा ।
ता से णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता अट्ठसए एगूणवीसे मुहुत्ताणं सत्तावीसं च सत्तट्ठिभागे मुहुत्तस्स मुहुत्तग्गेणं आहिएति वएज्जा । ता एस णं अद्धा दुवालसक्खुत्तकडा णक्खत्ते संवच्छरे ।