________________
[ ૨૭૦ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
(૫) અભિવર્ધિત સંવત્સર:- ૧૩ ચંદ્ર માસવાળા વર્ષને અભિવર્ધિત સંવત્સર કહે છે. ચંદ્ર યુગમાં ત્રીજું સંવત્સર અને પાંચમું સંવત્સર અભિવર્ધિત સંવત્સર હોય છે. તેવા પાંચ અભિવર્ધિત સંવત્સરના સમુદાયને અભિવર્ધિત યુગ કહે છે. ૧૨ અભિવર્ધિત માસ = ૧ અભિવર્ધિત સંવત્સર
૩૧ અહોરાત્ર ર૦૧૭ મુહૂર્ત = ૧
અભિવર્ધિત માસ ૫ અભિવર્ધિત સંવત્સર = ૧ અભિવર્ધિત યુગ
૩૮૩ અહોરાત્ર, ૨૧ મુહૂર્ત = ૧
અભિવર્ધિત સંવત્સર ૫૭ માસ ૭ અહોરાત્ર ૧૧ = ૧ અભિવર્ધિત યુગ ૯૫૯ મુહૂર્ત = ૧ અભિવર્ધિત માસ ૧૮૩૦ અહોરાત્ર = ૧ અભિવર્ધિત યુગ
૧૧,૫૧૧મુહૂર્ત- ૧અભિવર્ધિત સંવત્સર પાંચ ચંદ્ર સંવત્સર, પાંચ સર્ય સંવત્સર વગેરે પાંચ-પાંચ સંવત્સરના સમુહને યુગ કહે છે. પ્રસ્તુતમાં સૂત્રકારે ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ઋતુ અને અભિવર્ધિત, આ પાંચ પ્રકારના સંવત્સરના સમૂહને નોયુગ(અપૂર્ણયુગ) કહેલ છે. ૧૭૯૧ અહોરાત્ર ૧૯૫૪ મુહૂર્ત = ૧ નોયુગ ૧,૮૩૦ અહોરાત્ર = ૧ યુગ પ૩,૭૪૯૬૭, મુહૂર્ત = ૧ નોયુગ પ૪,૯૦૦ મુહૂર્ત = ૧ યુગ
નક્ષત્રોની પરિભ્રમણ ગતિ તીવ્ર છે, તેના કરતાં સૂર્યની પરિભ્રમણ ગતિ મંદ છે અને તેના કરતાં ચંદ્રની પરિભ્રમણ ગતિ મંદ છે તેથી એક સાથે પ્રારંભ થયેલા નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય વગેરે સંવત્સરોની સમાપ્તિ સાથે ન થતાં ભિન્ન-ભિન્ન સમયે થાય છે, તેમ છતાં કેટલાક સંવત્સરો વ્યતીત થયા પછી તેઓની સાથે સમાપ્તિ સંભવિત બને છે. સાથે પ્રારંભ થયેલા ચંદ્ર-સૂર્ય સંવત્સરમાં ૩૦ સૂર્ય સંવત્સર અને ૩૧ ચંદ્ર સંવત્સર પછી સહસમાપ્તિ થાય છે તથા સૂર્ય, ઋતુ, નક્ષત્ર, ચંદ્રના દ્વિસંયોગી સંવત્સરો, ત્રિસંયોગી અને ચતુઃસંયોગી સંવત્સરોમાં સૂર્યના ૦, ચંદ્રના ૨, નક્ષત્રના ૬૭ અને ઋતુના ૬૧ સંવત્સરો વ્યતીત થયા પછી તેની સહસમાપ્તિ થાય છે અને અભિવર્ધિત સંવત્સર સાથે ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ઋતુના દ્વિસંયોગી ત્રિસંયોગી ચતુઃસંયોગી અને પંચસંયોગી સંવત્સરોની સહસમાપ્તિ સૂર્યના ૭૮૦, ચંદ્રના ૮૦૬, ઋતુના ૭૯૩, નક્ષત્રના ૮૭૧ અને અભિવર્ધિતના ૭૪૪ સંવત્સર વ્યતીત થયા પછી સહસમાપ્તિ થાય છે.
એક વરસમાં ૬ ક્ષયતિથિ હોય છે. વર્ષા, હેમંત, ગ્રીષ્મ, આ ત્રણ ઋતુમાં ચાર-ચાર માસ હોય છે. લૌકિક ઋતુના ત્રીજા અને સાતમા પર્વમાં એક-એક અવમાત્ર ક્ષયતિથિ હોય છે. એક વરસમાં છ વૃદ્ધિતિથિ હોય છે.
ચંદ્ર અને સુર્ય મેરુને પ્રદક્ષિણા ફરતાં-ફરતાં ૫૧૦ યોજના ક્ષેત્રમાં ગમનાગમન કરે છે, તેને અયન કહે છે. વારંવાર થતા આ અયનને આવૃત્તિ(આઉટ્ટિ) કહે છે. સૂર્ય એક વરસમાં દક્ષિણાયન–ઉત્તરાયણ, આ બે અયન કરે છે અને પાંચ વરસના યુગમાં ૧૦ અયન કરે છે. ચંદ્ર એક યુગમાં ૧૩૪ અયન કરે છે.
સૂર્યના એક યુગના ૧૦ અયનમાં પાંચ દક્ષિણાયનનો પ્રારંભ વર્ષાઋતુમાં અને શ્રાવણ માસમાં થાય છે તથા પાંચ ઉત્તરાયણનો પ્રારંભ હેમંત ઋતુમાં અને મહા માસમાં થાય છે. પ્રસ્તુતમાં તે અયન (આવૃત્તિ) સમયના ચંદ્રયોગ અને સૂર્ય યોગનું કથન છે.