________________
પ્રાભૃત-૧૨: પરિચય
:
[ ૨૯ ]
બારમું પ્રાભૂત પરિચય DRO-RODRORDROR
પ્રસ્તુત બારમા પ્રાભૃતમાં સંવત્સરના પાંચ પ્રકાર ( સંવછરાય ? ૧/૧/૩) તથા તેના મુહૂર્ત અહોરાત્રના પ્રમાણ આદિનું વર્ણન છે. (૧) નક્ષત્ર સંવત્સર:- જેટલા સમયમાં ૨૮ નક્ષત્રો ચંદ્ર સાથે યોગ પૂર્ણ કરે છે, તેને નક્ષત્ર માસ કહે છે. ૧૨ નક્ષત્ર માસ = ૧ નક્ષત્ર સંવત્સર ૨૭ 8 અહોરાત્ર = ૧ નક્ષત્ર માસ ૫ નક્ષત્ર સંવત્સર = ૧ નક્ષત્ર યુગ
૩૨૭8 અહોરાત્ર ૧ નક્ષત્ર સંવત્સર ૬૭ નક્ષત્ર માસ = ૧ નક્ષત્ર યુગ
૮૧૯૬૬ મુહૂર્ત = ૧ નક્ષત્ર માસ ૧૮૩) અહોરાત્ર = ૧ નક્ષત્ર યુગ
૯,૮૩ર મુહૂર્ત = ૧ નક્ષત્ર સંવત્સર (૨) ચંદ્ર સંવત્સર :- જેટલા સમયમાં એકમથી પૂર્ણિમા સુધીની તિથિઓને ચંદ્ર પૂર્ણ કરે છે, તેને ચંદ્ર માસ કહે છે. ૧૨ ચંદ્ર માસ = ૧ ચંદ્ર સંવત્સર ર૯ ફુ અહોરાત્ર = ૧ ચંદ્ર માસ ૫ ચંદ્ર સંવત્સર = ૧ ચંદ્ર યુગ
૩૫૪ અહોરાત્ર = ૧ ચંદ્ર સંવત્સર દર ચંદ્ર માસ = ૧ ચંદ્ર યુગ
૮૮૫છું? મુહૂર્ત = ૧ ચંદ્ર માસ ૧૮૩) અહોરાત્ર = ૧ ચંદ્ર યુગ
૧૦,૬૨૫ મુહૂર્ત = ૧ ચંદ્ર સંવત્સર (૩) અતુ સંવત્સર:- જેટલા સમયમાં વર્ષા, હેમંત(શીત) અને ગ્રીષ્માદિ ત્રણ ઋતુઓ વ્યતીત થાય છે, તેને ઋતુ સંવત્સર કહે છે. ૧૨ ઋતુ માસ = ૧ ઋતુ સંવત્સર ૩૦ અહોરાત્ર = ૧ ઋતુ માસ ૫ ઋતુ સંવત્સર = ૧ ઋતુ યુગ
૩૬0 અહોરાત્ર = ૧ ઋતુસંવત્સર ૬૧ ઋતુ માસ = ૧ ઋતુ યુગ
૯૦૦ મુહૂર્ત = ૧ ઋતુ માસ ૧૮૩૦ અહોરાત્ર = ૧ ઋતુ યુગ
૧૦,૮૦૦ મુહૂર્ત = ૧ ઋતુ સંવત્સર (૪) સૂર્ય સંવત્સર :- જેટલા સમયમાં સૂર્ય ૧૮૩ મંડળવાળા બે અયનનો પૂર્ણ કરે છે, તેને સૂર્ય સંવત્સર કહે છે. ૧૨ સૂર્ય માસ = ૧ સૂર્ય સંવત્સર ૩૦ અહોરાત્ર = ૧ સૂર્ય માસ ૫ સૂર્ય સંવત્સર = ૧ સૂર્ય યુગ
૩૬૬ અહોરાત્ર = ૧ સૂર્ય સંવત્સર ૬૦ સૂર્ય માસ = ૧ સૂર્ય યુગ
૯૧૫ મુહૂર્ત = ૧ સૂર્ય માસ ૧૮૩૦ અહોરાત્ર = ૧ સૂર્ય યુગ ૧૦,૯૮૦ મુહૂર્ત = ૧ સૂર્ય સંવત્સર