________________
૨૬૪ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
सोलस मुहुत्ता अट्ठ य बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता वीसं चुण्णिया भागा सेसा । ભાવાર્થ :- પ્રશ્ન– તે સમયે(પ્રથમ સંવત્સરના અંત સમયે) સુર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર– તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્ર સાથે યોગમાં હોય છે. પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા આઠ ભાગ તથા સડસઠીયા વીસ ભાગ(૧૬ , હું મુહૂર્ત) શેષ હોય ત્યારે પ્રથમ સંવત્સરનો અંત થાય છે. |६ ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्चस्स चंदसंवच्छरस्स के आई आहिएति वएज्जा ? ता जे णं पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे, से णं दोच्चस्स चंदसंवच्छरस्स आई अणंतरपुरक्खडे समए । ભાવાર્થ :- પ્રશ્ન- આ પાંચ સંવત્સરમાંથી બીજા ચંદ્ર સંવત્સરનો પ્રારંભ ક્યાંથી થાય છે? ઉત્તરપ્રથમ સંવત્સરના અંતિમ સમયથી અનંતર પુરસ્કૃત(આગલા) સમયથી બીજા સંવત્સરનો પ્રારંભ થાય છે. | ७ ता से णं किं पज्जवसिए आहिएति वएज्जा ? ता जे णं तच्चस्स अभिवड्डिय- संवच्छरस्स आई, से णं दोच्चस्स संवच्छरस्स पज्जवसाणे अणंतरपच्छाकडे समए । ભાવાર્થ :- પ્રશ્ન-બીજા ચંદ્ર સંવત્સરનો અંત ક્યારે થાય છે? ઉત્તર-યુગના ત્રીજા અભિવર્ધિત સંવત્સરના પ્રારંભના સમયથી અનંતર પશ્ચાદ્ભૂત(પાછલા) સમયે બીજા ચંદ્ર સંવત્સરનો અંત થાય છે. | ८ तं समयं च णं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता पुव्वाहिं आसाढाहिं, पुव्वाणं आसाढाणं सत्त मुहुत्ता तेवण्णं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता इगतालीसं चुण्णिया भागा सेसा । ભાવાર્થ :- પ્રશ્ન- બીજા ચંદ્ર સંવત્સરના અંત સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર-તે સમયે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે. પૂર્વાષાઢા નક્ષત્રના સાત મુહૂર્ત અને બાસઠીયા ત્રેપન ભાગ તથા સડસઠીયા એકતાલીસ ચૂર્ણિકા ભાગ(૭૩, 8 મુહૂર્ત) શેષ હોય ત્યારે બીજા ચંદ્ર સંવત્સરનો અંત થાય છે. | ९ तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पुणव्वसुणा, पुणव्वसुस्स णं बायालीसं मुहुत्ता पणतीसं च बासट्ठिभागा मुहुत्तस्स बावाट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता सत्त चुण्णिया भागा सेसा । ભાવાર્થ :- પ્રશ્ન– તે સમયે અર્થાત્ બીજા ચંદ્ર સંવત્સરના અંત સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્ર સાથે યોગમાં હોય છે. પુનર્વસુ નક્ષત્રના બેતાલીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા પાંત્રીસ ભાગ તથા સડસઠીયા સાત ચૂર્ણિકા ભાગ(૪૨ ૩, ૪ મુહૂર્ત) શેષ હોય ત્યારે બીજા સંવત્સરનો અંત થાય છે.