________________
| પ્રાભૃત-૧૧
૨૭ |
અગિયારમું પ્રાભૃત
સંવત્સર આદિ
ચંદ્ર સંવત્સરનો પ્રારંભ-અંતઃ| १ ता कहं ते संवच्छराणाई आहिएति वएज्जा ? तत्थ खलु इमे पंच संवच्छरा पण्णत्ता, तं जहा- चंदे चंदे अभिवड्डिए चंदे अभिवड्डिए । ભાવાર્થ :- પ્રશ્ન- સંવત્સરની આદિ–પ્રારંભ ક્યાંથી થાય છે? ઉત્તર- ચંદ્ર સંવત્સરના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર સંવત્સર, (૨) ચંદ્ર સંવત્સર, (૩) અભિવર્ધિત સંવત્સર, (૪) ચંદ્ર સંવત્સર અને (૫) અભિવર્ધિત સંવત્સર.
२ ता एएसि णं पंचण्हं संवच्छराणं पढमस्स चंदस्स संवच्छरस्स के आई आहिएति वएज्जा ? ता जे ण पंचमस्स अभिवड्डियसवच्छरस्स पज्जवसाणे, से णं पढमस्स चंदस्स संवच्छरस आई अणंतरपुरक्खडे समए । ભાવાર્થ :- પ્રશ્ન- આ પાંચ સંવત્સરમાંથી પ્રથમ ચંદ્ર સંવત્સરની આદિ–પ્રારંભ ક્યાંથી થાય છે ? ઉત્તર- ગત યુગના પાંચમા અભિવર્ધિત સંવત્સરના અંતિમ સમયથી અનંતર પુરસ્કૃત (આગલા) સમયથી પ્રથમ ચંદ્ર સંવત્સરનો પ્રારંભ થાય છે. | ३ ता से णं किं पज्जवसिए आहिएति वएज्जा ? ता जे णं दोच्चस्स चंदसंवच्छरस्स आई, से णं पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे अणंतरपच्छाकडे સમ | ભાવાર્થ :- પ્રશ્ન- પ્રથમ ચંદ્ર સંવત્સરનો અંત ક્યાં થાય છે? ઉત્તર- બીજા ચંદ્ર સંવત્સરના પ્રારંભના સમયથી અનંતર પશ્ચાતુકત(પાછલા) સમયે પ્રથમ ચંદ્ર સંવત્સરનો અંત થાય છે. | ४ तं समयं च णं चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं छदुवीसं मुहुत्ता छदुवीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता चउप्पणं चुण्णिया भागा सेसा । ભાવાર્થ :- પ્રશ્ન- તે સમયે(પ્રથમ ચંદ્ર સંવત્સરના અંત સમયે) ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગમાં હોય છે? ઉત્તર- તે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે યોગમાં હોય છે. ઉત્તરાષાઢા નક્ષત્રના છવ્વીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા છવ્વીસ ભાગ તથા સડસઠીયા ચોપ્પન ચૂર્ણિકા ભાગ (૨૨ , મુહૂત) શેષ હોય ત્યારે પ્રથમ ચંદ્ર સંવત્સરનો અંત થાય છે. | ५ तं समयं च णं सूरे केणं णक्खतेणं जोइए ? ता पुणव्वसुणा, पुणव्वसुस्स