________________
૨૨
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
અગિયારમું પ્રાભૃત. પરિચય DROROWRODROR
પ્રસ્તુત અગિયારમા પ્રાભૂતમાં પરસ્પર સંબંધિત યુગના સંવત્સરોના આદિ અને અંત સમયનું(વિંદ તે સંવચ્છા ? ૧/૨/૩) તથા સંવત્સરના પ્રારંભ અંત સમયના ચંદ્ર-સૂર્યના નક્ષત્ર યોગનું કથન છે.
યુગના પ્રથમ સંવત્સરના અંતિમ સમય પછી એક પણ સમયના વ્યવધાન વિના બીજા સંવત્સરનો પ્રારંભ થાય છે અને બીજા સંવત્સરના અંતિમ સમય પછી તુરતના સમયે ત્રીજા સંવત્સરના પ્રારંભ થાય છે. આ રીતે યુગના અંતિમ સંવત્સરના સમયાંતરે બીજાયુગના પ્રથમ સંવત્સરનો પ્રારંભ થાય છે. પૂર્વના પ્રથમ સંવત્સરના અંતિમ સમય પછીના સંવત્સરનો પ્રથમ સમય પશ્ચાતુકત અતર પછાડે સમય કહેવાય છે અને બીજા સંવત્સરના પ્રથમ સમયની પૂર્વના પ્રથમ સંવત્સરનો પ્રથમ સમય માંતરપુર કહેવાય છે.
યુગના પ્રથમ વર્ષના પ્રારંભ સમયે ચંદ્ર સાથે અભિજિત નક્ષત્ર યોગ પ્રારંભ કરે છે અને વર્ષના અંતે ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ ચાલુ હોય છે, તે જ ઉત્તરષાઢા નક્ષત્રનો યોગ બીજા વરસના પ્રારંભ સમયે હોય છે. યુગના અંતિમ સંવત્સરના અંત સમયે ૨૮મું નક્ષત્ર ઉત્તરાષાઢા યોગ પૂર્ણ કરે છે, તેથી નવા યુગના પ્રારંભે પુનઃ અભિજિત નક્ષત્રનો યોગ થાય છે.
નવા યુગના પ્રથમ વરસના પ્રારંભે સૂર્યનો પુષ્ય નક્ષત્ર સાથે યોગ ચાલુ હોય છે અને પ્રથમ વર્ષના અંતમાં પુનર્વસુ નક્ષત્ર યોગમાં હોય છે, તેનો યોગ ચાલુ હોય ત્યાં જ પ્રથમ વર્ષ પૂર્ણ થઈ જતાં બીજા વર્ષના પ્રારંભમાં સૂર્યનો તે જ પુનર્વસુ નક્ષત્ર સાથે યોગ હોય છે. યુગના અંતિમ વર્ષના અંતમાં પુષ્ય નક્ષત્ર યોગમાં હોય છે અને તે જ પુષ્ય નક્ષત્ર નવા યુગના પ્રથમ વર્ષના પ્રારંભે યોગમાં હોય છે.
ચંદ્ર સંવત્સર યુગના પાંચ વર્ષના નામ- ચંદ્ર સંવત્સર, ચંદ્ર સંવત્સર, અભિવર્ધિત સંવત્સર, ચંદ્ર સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર છે. પ્રસ્તુતમાં આ જ ચંદ્ર સંવત્સર યુગ વિવક્ષિત છે.