________________
પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાભૃત-૨૨
૨૬૧ |
ભાવાર્થ:- હંમેશાં ચંદ્ર યોગયુક્ત હોય છે, હમેશાં સૂર્ય યોગ યુક્ત હોય છે, હમેશાં ગ્રહ યોગ યુક્ત હોય છે અને હંમેશાં નક્ષત્ર યોગ યુક્ત હોય છે. ४५ दुहओऽवि णं चंदा जुत्ता जोएहिं, दुहओऽवि णं सूरा जुत्ता जोएहिं, दुहओऽवि णं गहा जुत्ता जोएहिं, दुहओऽवि णं णक्खत्ता जुत्ता जोएहिं ।।
मंडलं सयसहस्सेणं अट्ठाणउईए सएहिं छत्ता इच्चेस णक्खत्ते खेत्तपरिभागे, णक्खत्तविजए पाहुडे, त्ति बेमि । ભાવાર્થ:- બંને(ગ્રહ, નક્ષત્ર) ચંદ્ર સાથે યોગ કરે છે. બંને(ગ્રહ, નક્ષત્ર) સૂર્ય સાથે યોગ કરે છે. બને(ચંદ્ર-સૂર્ય) ગ્રહ સાથે યોગ કરે છે. બંને(ચંદ્ર-સૂર્ય) નક્ષત્ર સાથે યોગ કરે છે.
આ છપ્પન નક્ષત્ર મંડળના ૧,૦૯,૮૦૦(એક લાખ નવ હજાર આઠસો) ક્ષેત્ર પરિભાગ (અંશ) જાણવા. આ નક્ષત્ર વિજય નામનો પ્રતિપ્રાભૃત છે. તેમ ભગવાને કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં બે ચંદ્ર, બે સૂર્ય અને તેના પરિવાર રૂ૫ નક્ષત્રો આદિની ગતિ, યોગ વગેરેની સમાનતાનું કથન છે. જંબૂદ્વીપમાં સામ-સામી દિશામાં એક-એક ચંદ્ર, સૂર્ય અને તેના પરિવાર રૂપ ૨૮–૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો વગેરે સામસામી દિશામાં રહીને પરિભ્રમણ કરતાં હોવા છતાં તેઓની ગતિ, યોગ વગેરે એકદમ સમાન છે. તે સૂત્રથી સ્પષ્ટ છે.
| પ્રાભૃત-૧૦/રર સંપૂર્ણ
તે દસમું પ્રાભૃત સંપૂર્ણ