________________
OR
0%
ગણિત કરીને તે ગણિતના આધારે ટ્રેઈન ક્યારે પાછી આવશે તે કહેવામાં આવ્યું છે. ગતિનું ગણિત સાચુ છે યથાર્થ છે પરંતુ ટ્રેઈનનું ક્ષેત્ર યથાર્થ હોય જ તેમ કહેવું શક્ય નથી.
આ જ રીતે સૂર્ય ઉદયમાન થાય છે. ચંદ્ર અને બીજા ગ્રહો પણ ઉદયમાન થાય છે. આપણા તત્ત્વવિદોએ ક્ષિતિજથી સૂર્ય ઉદયમાન થઈને અસ્તાચલ પર પહોંચે છે તેની ગતિ અને સમયનું ગણિત કરેલું છે અને સૂર્ય વક્રગતિથી જાય છે કે ગોળકાર ગતિથી જાય છે કે સમાન્તર રેખા ઉપર જાય છે તેનો હિસાબ કરીને કેટલાક કલાક પછી પાછો સૂર્ય ઉદયમાન પોઈન્ટ પર ક્ષિતિજમાં દેખાશે. તેનું ગણિત કરીને ઘોષણા કરી છે અને તેને આધારે ઘડી, મુહૂર્ત, પ્રહર, અહોરાત્ર, તિથિ, માસ, ઋતુ અને વર્ષની સચોટ ગણના કરી છે અને આ ગણનાને આધારે ગ્રહણ ક્યારે થશે? તેનો નિશ્ચિત સમય બતાવવાની કોશિષ કરી છે. સૂર્યગતિના આધારે અને ગતિના ગણિતના આધારે ગતિ અને સમયનો સુમેળ કરી, સમગ્ર જ્યોતિષ શાસ્ત્ર પ્રગટ કર્યું છે.
પરંતુ આ સૂર્ય અદશ્ય થયા પછી ક્યા ક્યા ક્ષેત્રોમાં પરિભ્રમણ કરે છે અને કેવી રીતે ફરે છે? કેટલા યોજનની યાત્રા ક્યારે પૂરી કરે છે? તેનું બધુ પ્રરૂપણ અનુમાન અને શાસ્ત્રના આધારે કરવામાં આવ્યું છે આ પ્રરૂપણ અસત્ય છે તેમ તો કહી જ ન શકાય કારણ કે “શાસ્ત્ર સાત વવન પરંપરાગત પ્રાપ્ત, શ્રદ્ધા પૂર્વ સ્વાર્થનું અતઃ શાસ્ત્રકારોએ જે કહ્યું છે તે શ્રદ્ધાપૂર્વક સાંભળીને તેનું જે પવિત્ર લક્ષ છે તેનો સ્વીકાર કરી આગમ જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે.
આ બંને શાસ્ત્રો આ રીતે એક સૂર્ય, ચંદ્રના પરિમંડળની અદ્દભૂત ગણના કરે છે અને તે ગણનાને આધારે ઉદય, અસ્ત, મુહૂર્ત, વાર, તિથિ, માસ, બધુ બરાબર પ્રાપ્ત થાય છે, તેથી ગણિત પરમ સત્ય છે. એક પ્રકારે શાસ્ત્રનો ગણિતાનુયોગ છે જે પૂજ્ય ભાવે સ્વીકારી લેવાનો છે. વિજ્ઞાનની ગણના સાથે શાસ્ત્રીય ગણનાનો બેમતલબ સંઘર્ષ ઊભો કરી પોતાની ટૂંકી બુદ્ધિનું પ્રદર્શન કરવાની જરૂર નથી. વિજ્ઞાનના ક્ષેત્રમાં વિજ્ઞાન ઠીક છે અને ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક ગણના ઠીક છે. આગમની ગણનાના આધારે આજના યુગના વિમાનો ચાલી શકે નહીં અને વિજ્ઞાનની ગણનાના આધારે ધર્મના અનુષ્ઠાન થઈ શકે નહીં. આપણા શાસ્ત્રો કે જ્યોતિષ શાસ્ત્રો ધર્મના અનુષ્ઠાનને જ લક્ષ રાખીને પ્રરૂપાયેલા છે તે ભૂલવાની જરૂર નથી.
સૂર્યની કે ચંદ્રની ગતિને વ્યવસ્થિત રીતે સમજવા માટે જૈન શાસ્ત્રોમાં ‘માંડલા' શબ્દનો ઉપયોગ કર્યો છે. “માંડલા'નો અર્થ છે “મંડલ” કે “પરિમંડલ'. મેરુ પર્વતને જેબૂદ્વીપની વચ્ચે બરાબર કેન્દ્રમાં માનીને ચૂડીના આકારે મેરુ પર્વતની ચારે બાજુ
N
,
WC 27 )
..?