________________
હશે તેમ પણ વિચારી શકાય તેમ નથી તેવી નિરાલી ગણના છે. આ ગણના શું છે? તે વિષે અહીં આપણે બે શબ્દો કહીએ તે પહેલા ગણનાનો આધાર ગણિત હોય છે, તે ગણિત અને ગણના બંનેની યથાર્થતા કેવી રીતે ઉદ્ભવે છે તે વિચારણીય છે. ચિંતનનો એક મોટો મસાલો છે કે અહીં આપણે ગણિતને આધાર માની જે સત્યતાનો ઉદ્ભવ કરવામાં આવે છે અથવા આલોક કરવામાં આવે છે, તે શું ખરેખર ઘટિત થતું હોય છે? ગણિત વિષે એક વિચાર – જ્યાં જ્યાં ગતિનું ગણિત કરવામાં આવે છે ત્યાં કોઈ પણ વિપરીત પદાર્થની ગતિને આધાર માની ગણિત કરવામાં આવે તો પણ સરવાળો સરખો જ આવે, જેમ કોઈ મુસાફર ચાલતી ટ્રેઈનમાં બેઠો હોય ત્યારે બારીમાંથી બહાર જએ તો તેને ટેઈન સ્થિર દેખાય છે અને સામેના ઝાડવા દોડતા દેખાય છે, ટ્રેઈનમાં જેટલી ગતિ છે તેટલી જ ગતિ વૃક્ષમાં સ્થાપિત થાય છે. તારના થાંભલાઓ પણ તેટલી જ ગતિથી દોડતા દેખાય છે. ગતિનું ગણિત ટ્રેઈનનું તથા થાંભલાનું એક સરખું છે. ટ્રેઈનની ગતિના આધારે થાંભલાની દૂરી જાણી શકાય અને થાંભલાને ગતિમાન માનીએ તો પણ ટ્રેઈનની ગતિ સાચી જ નીકળે, આજનું વિજ્ઞાન કહે છે કે પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે, જ્યારે પ્રત્યક્ષ રીતે સૂર્ય ગતિમાન દેખાય છે, સૂર્યને ગતિમાન માનીને તેનું ગણિત કરીએ તો પૃથ્વીની ગતિ પણ માપી શકાય, બંનેનું ગણિત સરખું છે જ્યારે સત્ય એક જ પક્ષમાં છે યા તો પૃથ્વી ચાલે છે, યા તો સૂર્ય ચાલે છે, ટ્રેઈન ચાલે છે કે ઝાડવા ચાલે છે, સત્ય એક જ પક્ષમાં છે.
અહીં દાર્શનિક સિદ્ધાંત એ થયો કે ગણિત સાચું છે. ગણિતને આધારે ગતિ પણ યથાર્થ થાય છે પરંતુ યથાર્થ ગતિના આધારે પદાર્થની સત્યતા ઉજાગર થાય પણ ખરી અને ન પણ થાય, આ એટલી બધી ગંભીર વાત છે કે અભ્યાસી જ વધારે સમજી શકે, હજુ એક ઉદાહરણ આપીને આપણે સૂર્યપ્રજ્ઞપ્તિના ગણિત વિષે વિચાર કરીશું.
જેમ કોઈ એક ટ્રેઈન એક કલાકના ૧૦૦ કિ.મી. ચાલે છે અને જોનાર ૪00 કિ.મી. સુધી તેને પ્રત્યક્ષ જુએ છે ત્યાર પછી ૧૬ કલાક સુધી ટ્રેઈન અદશ્ય થઈ જાય છે અને ૧૬ કલાક પછી જે પોઈન્ટથી અદશ્ય થઈ હતી ત્યાં પાછી પહોંચવાની છે. હવે પ્રત્યક્ષ દર્શન કહે છે કે સવારે ૯-૩૦ કલાકે પર્વતપુરના કેન્દ્રથી તે અદશ્ય થઈ છે અને બીજે દિવસે ૧-૩૦ કલાકે પુનઃ પર્વતપુરના કેન્દ્ર ઉપર દર્શન દેશે, અદશ્ય થઈ છે એ પણ સાચું છે અને ફરીથી ત્યાં પહોંચશે એ પણ સાચું છે પરંતુ ૧૬ કલાકમાં ટ્રેઈન ૧૬૦૦ કિ.મી. સુધી ક્યાં ક્યાં ફરે છે તેની ઘોષણા કરવામાં આવે છે પરંતુ આ ઘોષણા યથાર્થ પણ હોઈ શકે અને અયથાર્થ પણ હોઈ શકે, કારણ કે પ્રત્યક્ષ ગતિ અને કલાકનું
26 ૮