________________
વર્તુળ રૂપે જે માર્ગ સ્વીકારવામાં આવ્યો છે તેને “માંડલું” કહે છે. આ બધા ‘માંડલા', એક બીજાથી સર્વથા છૂટા નથી. જેમ જેમ એક માંડલેથી બીજે માંડલે જવાનો માર્ગ આગળ વધે તેમ “માંડલુ વિસ્તાર પામી બીજા માંડલામાં સમાઈ જાય છે. બધા માંડલા એક રીતે સીધી દોરી જેવા છે જો બધા માંડલાને સીધી લાઈનમાં ગોઠવીએ તો એક લાંબો સરળ સીધો માર્ગ બને, પરંતુ આ બધા માંડલા ક્ષેત્રાન્તરની દષ્ટિએ એક બીજાની અપેક્ષાએ ક્ષેત્રની હાનિ વૃદ્ધિવાળા છે. એક બિંદુથી શરૂ થયેલો માંડલાનો માર્ગ ઉત્તરોત્તર વિસ્તાર પામતો જાય છે બધા વર્તુળો એક બીજાથી નાના-મોટા છે. પરંતુ છેલ્લું માંડલુ સૌથી મોટું છે અને પ્રથમ માંડલુ સૌથી નાનું છે.
અહીં આપણે આટલો ઉલ્લેખ કરીને બીજો વિચાર કરીશું કારણ કે– અનુવાદ કર્તા અને સંપાદન કર્તા સાધ્વીજી મહારાજ આખો માંડલાનો વિસ્તાર પૂરેપૂરો અર્થમાં સમજાવશે અસ્તુ...
અહીં તો આપણે એટલું જ કહેવાનું છે કે જૈન ગણનાની આ માંડલા પદ્ધતિ સર્વથા અભિનવ છે. જૈન ગણનાકારોને છોડીને વિશ્વના કોઈ પણ તજ્જજ્ઞ તત્ત્વવેત્તાઓ કલ્પના શુદ્ધાં ન કરી શકે તેવી આ આશ્ચર્યજનક ગણના છે, સૂર્ય-ચંદ્રના પરિભ્રમણને આવરી લેતું આ શાસ્ત્ર કે આ બંને શાસ્ત્રમાં જૈન ગણનાની સ્પષ્ટ પ્રરૂપણા કરી સૂર્ય ચંદ્રની ગતિનો ઘાટ બેસાડ્યો છે. એક વિટંબના- સૂર્યને સમગ્ર મેરુની એક પ્રદક્ષિણા કરતા એક અહોરાત્રિનો સમય ટૂંકો પડે છે. આખી પ્રદક્ષિણા ૪૮(અડતાલીશ) કલાકમાં મુહૂર્તમાં કે ૧૨૦ ઘડીમાં સામાન્યરૂપે પૂરી થઈ શકે છે. આ ગણનાને આધારે સોમવારે સાંજના જે સૂર્ય અસ્ત પામ્યો છે તે બીજે દિવસે અર્થાત્ મંગળવારે આપણી ક્ષિતિજ પર પહોંચી શકતો નથી અને એ જ રીતે મંગળવારે અસ્ત થયેલો સૂર્ય બુધવારના પૂર્વ દિશાની ક્ષિતિજ ઉપર પહોંચવા માટે અસમર્થ છે. સૂર્યની ગતિ અને માંડલાનો માર્ગ એક અહોરાત્રિમાં ઘાટ બેસે તેવો નથી. માર્ગ લાંબો છે સૂર્યની ગતિ ધીમી છે તેથી આ વિટંબના ઊભી થાય છે. ખુલાસો – જૈન શાસ્ત્રકારોએ જેબૂદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર માન્યા છે. ચંદ્રની ગતિ, સૂર્ય જેટલી નિયમિત નથી જેથી આપણે સૂર્યના નામે જ બધી વાત કરી રહ્યા છીએ, આખું વર્તુળ પૂરું કરવા માટે બે સૂર્ય, એક બીજાથી સમાન દૂરી ઉપર ચાલતા રહે, તો આખું માંડલ પરિપૂર્ણ થાય, આ હિસાબે રોજ સૂર્ય બદલાઈને આવે છે અર્થાત જે સૂર્ય સોમવારે ગયો છે તે બુધવારે આવે છે અને જે સૂર્ય મંગળવારે ગયો છે તે ગુરૂવારે આવે છે, આ રીતે સૂર્ય બદલતો રહે છે પરંતુ બંને સૂર્ય બરાબર એક સમાન હોવાથી
જે
28 ON.