________________
[ ૨૫૬ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
|३६ ता जेणं अज्ज णक्खत्तेणं चंदे जोयं जोएइ जंसि देसंसि, से णं इमाई एगं मुहुयसहस्सं अट्ठाणउइं च मुहुत्तसयाई उवाइणावेत्ता पुणरवि से चंदे तेणं चेव णक्खत्तेणं जोयं जोएइ तसि देससि । ભાવાર્થ:- જે ચંદ્ર જે નક્ષત્ર સાથે જે દેશ ભાગમાં આજે (વિવક્ષિત દિવસે) યોગ કરે છે, તે જ ચંદ્ર એક લાખ, નવહજાર, આઠસો(૧,૦૯, ૮૦૦) મુહૂર્ત પછી પુનઃ તે નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ કરે છે. વિવેચન : -
પ્રસ્તુત સુત્રોમાં ચંદ્ર પૂર્વ કરેલા નક્ષત્ર યોગ પછી તે જ નક્ષત્ર કે તત્સદશ નામવાળા અન્ય નક્ષત્ર સાથે પુનઃ થતાં નક્ષત્રયોગના કાળમાન(અંતર)નું વર્ણન છે.
જંબુદ્વીપમાં બે ચંદ્ર છે અને ૫૬ નક્ષત્રો છે. એક-એક ચંદ્ર સામસામી દિશામાં રહીને પરિભ્રમણ કરે છે. તે જ રીતે ૨૮-૨૮ નક્ષત્રો સામસામી દિશામાં રહીને પરિભ્રમણ કરે છે. ચંદ્રની અને નક્ષત્રની ગતિ ભિન્ન-ભિન્ન છે. નક્ષત્ર તીવ્રગતિવાળા છે, ચંદ્ર મંદ ગતિવાળો છે. આ ગતિની ભિન્નતાના કારણે ચંદ્ર ક્યારેક એક નક્ષત્ર મંડળના નક્ષત્ર સાથે યોગ કરે છે, તો ક્યારેક અન્ય નક્ષત્ર મંડળના(સામી દિશાના) સમાન નામવાળા અન્ય નક્ષત્ર સાથે યોગ કરે છે. તે જ વિવક્ષિત ચંદ્રનો તે જ વિવક્ષિત નક્ષત્ર, તેની સમાન નામવાળા અન્ય નક્ષત્ર, તે જ વિવક્ષિત દેશ ભાગ(ક્ષેત્ર) અને અન્ય દેશભાગ(ક્ષેત્ર)ના યોગથી ચાર વિકલ્પ સર્જાય છે. (૧) તે જ ચંદ્રનો તત્સદશ નામવાળા અન્ય નક્ષત્ર સાથે અન્ય દેશભાગમાં યોગ, (૨) તે જ ચંદ્રનો તે જ નક્ષત્ર સાથે અન્ય દેશભાગમાં યોગ, (૩) તે જ ચંદ્રનો તત્સદશ નામવાળા અન્ય નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ અને (૪) તે જ ચંદ્રનો તે જ નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ.
યુગના પ્રારંભે અભિજિત નક્ષત્ર યોગ કરે છે અને ત્યાર પછી ક્રમશઃ યોગ કરતા ૮૧૯ મુહૂર્તમાં અર્થાત્ પ્રથમ નક્ષત્ર માસમાં ૨૮ નક્ષત્રો યોગ પૂર્ણ કરે છે. આ જ વિવક્ષિત ચંદ્ર બીજા નક્ષત્ર માસના પ્રારંભમાં તત્સદશ નામવાળા અન્ય નક્ષત્ર અર્થાત્ બીજા અભિજિત નક્ષત્રાદિ સાથે અન્ય દેશભાગમાં યોગ કરે છે અને ત્રીજા નક્ષત્ર માસમાં તે જ વિવક્ષિત (પ્રથમ માસવાળા) અભિજિતાદિનક્ષત્ર સાથે અન્ય ભાગમાં યોગ કરે છે.
આ રીતે પ્રથમ વરસના બીજાથી બારમા માસમાં અન્ય દેશભાગમાં યોગ થાય છે અને તેમાં બીજા, ચોથા, છઠ્ઠા વગેરે સમસંખ્યક માસમાં તત્સદશ અન્ય નક્ષત્ર સાથે યોગ થાય છે અને ત્રીજા, પાંચમા, સાતમા વગેરે વિષમ સંખ્યક માસમાં તે જ નક્ષત્ર સાથે યોગ થાય છે. નૂતન યુગના પ્રારંભે તે જ દેશ ભાગ પ્રાપ્ત થાય છે અને ત્યારે સમસંખ્યાક માસ હોય તો તત્સદેશ અન્ય નક્ષત્ર યોગ થાય અને નૂતન યુગના પ્રારંભે વિષમ સંખ્યક માસ હોય તો તે જ નક્ષત્ર અને તે જ દેશભાગમાં યોગ થાય છે. (૧) તત્સદશ નામવાળા અન્ય નક્ષત્ર સાથે અન્ય દેશભાગમાં યોગ -
નક્ષત્ર માસ ૮૧૯૭ મુહૂર્ત પ્રમાણ છે. પ્રસ્તુત સૂત્રોમાં બાસઠીયા સડસઠીયા ભાગથી કથન છે,