________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ता एसि णं छप्पण्णाए णक्खत्ता- णो किं पि तं जं सया पाओ चंदेण सद्धिं जोयं जोएति । जो सया सायं चंदेण सद्धिं जोयं जोएति । णो सया दुहओ पविट्ठित्ता-पविट्ठित्ता चंदेण सद्धिं जोयं जोएति । णण्णत्थ दोहिं अभिईहिं ।
૨૪૨
ता एएणं दो अभिई पायंचिय- पायंचिय चोत्तालीसं-चोत्तालीसं अमावासं जोति, णो चेव णं पुण्णमासिणिं ।
ભાવાર્થ -- (૧) આ છપ્પન નક્ષત્રો શું હંમેશાં પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરે છે ? (૨) શું હંમેશાં સાંયકાળે સમયે ચંદ્ર સાથે યોગ કરે છે ? (૩) શું હંમેશાં (ઉભય–પ્રાતઃકાળ અને સાંયકાળ) સમયે પ્રવેશ કરીને ચંદ્રની સાથે યોગ કરે છે ?
ઉત્તર– (૧) આ છપ્પન નક્ષત્રો હંમેશાં પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરતા નથી, (૨) હંમેશા સાયંકાળે સમયે ચંદ્ર સાથે યોગ કરતા નથી, (૩) હંમેશાં નક્ષત્ર ઉભય(પ્રાતઃકાળ-સાયંકાળ) સમયે પ્રવેશ કરીને ચંદ્ર સાથે યોગ કરતા નથી. આ કથન બે અભિજિતને છોડીને કરવું અર્થાત્ બે અભિજિત નક્ષત્ર અપવાદરૂપ છે. બે અભિજિત નક્ષત્ર પ્રાતઃકાળે અર્થાત્ સૂર્યોદય સમયે યુગની ચુંમાલીસમી અમાવાસ્યાએ ચંદ્ર સાથે યોગ કરે છે, પરંતુ પૂર્ણિમાએ ચંદ્ર સાથે યોગ કરતા નથી.
વિવેચનઃ
પૂર્વે દસમા પ્રાભૃતના ચોથા પ્રતિપ્રાભૂતમાં પ્રાતઃકાળે અને સાયંકાળે નક્ષત્રોના ચંદ્ર સાથેના યોગ પ્રારંભનું કથન છે પરંતુ પ્રસ્તુત સૂત્ર તેનો અપવાદ સૂચિત કરે છે.
પૂર્ણિમા કે અમાવાસ્યા રૂપ પર્વતિથિ સિવાયની તિથિઓમાં નક્ષત્રોનો યોગ પ્રારંભ પ્રાતઃકાળે કે સાયંકાલે કે ઉભયકાલે થાય છે પરંતુ પૂર્ણિમા કે અમાવાસ્યાના દિવસે પ્રાતઃકાલે કે સાયંકાલે યોગ પ્રારંભ થતો નથી. અપવાદરૂપે અભિજિત નક્ષત્ર યુગની ૪૪મી અમાવાસ્યાના પ્રાતઃકાળે યોગ પ્રારંભ કરે છે. બંને અભિજિત નક્ષત્ર યુગની ચુંમાલીસમી-ચુંમાલીસમી અમાવાસ્યામાં પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરે છે અને અભિજિત નક્ષત્રના ૐ ૐ, ૐ મુહૂર્ત યોગકાળ વ્યતીત થાય ત્યારે અમાવાસ્યા સમાપ્ત થાય છે. પૂર્ણિમાના ચંદ્રનું યોગ ક્ષેત્ર :
९ तत्थ खलु इमाओ बावट्ठि पुण्णिमासी ओ बावट्ठि अमावासाओ पण्णत्ताओ, ता एएसि णं पंचण्हं संवच्छराणं पढमं पुण्णिमासिणिं चंदे कंसि देसंसि जोएइ ? ताजंसि णं देसंसि चंदे चरिमं बावट्ठि पुण्णिमासिणि जोएइ ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सरणं छेत्ता दुबत्तीसं भागे उवाइणावेत्ता, एत्थ णं से चंदे पढमं पुण्णिमासिणि जोएइ ।
ભાવાર્થ :- પાંચ વર્ષના એક યુગમાં ૬૨ પૂર્ણિમા અને ર અમાવાસ્યા છે. પ્રશ્ન- પાંચ વર્ષના યુગની પ્રથમ પૂર્ણિમાનો ચંદ્ર મંડળના ક્યા અને કેટલા દેશ ભાગમાં યોગ કરે છે ? ઉત્તર- જે મંડળના જે દેશ ભાગમાં યુગની ૬૨મી(અંતિમ) પૂર્ણિમાનો ચંદ્ર યોગ પૂર્ણ કરે છે, ત્યાંથી(તે સ્થાનથી) એક મંડળના ૧૨૪ ભાગ કરવામાં આવે, તો તેમાંથી એકસો ચોવીસ્યા બત્રીસ (૪) ભાગ અર્થાત્ એક મંડળના ૧૨૪ ભાગમાંથી