________________
'પ્રાભૂત-૧૦ઃ પ્રતિપ્રાભૂત-૨૦
| ૨૨૭ ]
પરિમાણની પ્રધાનતાવાળા સંવત્સરનું પ્રમાણ સંવત્સર કહે છે. ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર, નક્ષત્ર સંવત્સર વગેરેના અહોરાત્ર પ્રમાણને પ્રમાણ સંવત્સર કહે છે. પ્રમાણ સંવત્સર એટલે નક્ષત્રાદિ સંવત્સરોનું પ્રમાણ. ચંદ્ર યુગ સંવત્સર, સૂર્ય યુગ સંવત્સર, નક્ષત્ર યુગ સંવત્સર, ઋતુ યુગ સંવત્સર. આ સર્વ યુગ સંવત્સરના ૧૮૩૦ દિવસ છે. (૪) લક્ષણ સંવત્સરઃ-નાનાં પ્રધાન તથા સંવત્સરાઃ લક્ષણની પ્રધાનતાવાળા સંવત્સરને લક્ષણ સંવત્સર કહે છે. ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર, નક્ષત્ર સંવત્સર વગેરેના લક્ષણને લક્ષણ સંવત્સર કહે છે. (૫) શનૈશ્ચર સંવત્સર-શનિમહાગ્રહના ૨૮ નક્ષત્ર કે૧૨ રાશિને ભોગવવાના કાળનેશનૈશ્ચર સંવત્સર કહે છે.
શૈનેશ્વર મહાગ્રહ ૩૦ સંવત્સરમાં ૨૮ નક્ષત્રોને પાર કરે છે. એક નક્ષત્ર સંવત્સર ૩૨૭ દિવસનું છે, તેને ૩૦ સંવત્સરથી ગુણતા(૩૨૭ x ૩૦ = ૯૮૧૦, ૫૧ X ૩૦ = ૧૫૩૦ + ૭ = ૨૨ ,૯૮૧૦+ રર ! =) ૯૮૩ર ૫ દિવસનું શૈનેશ્ચર સંવત્સર છે. સંવત્સર પ્રકાર:નક્ષત્ર સંવત્સર પ્રકાર :- નક્ષત્ર સંવત્સરના ૧૨ પ્રકાર છે. ૨૮ નક્ષત્રમાંથી ધનિષ્ઠા(શ્રવિષ્ઠા), ઉત્તરભાદ્રપદા, અશ્વિની, કૃત્તિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગની, ચિત્રા, વિશાખા, જ્યેષ્ઠામૂલી, ઉત્તરાષાઢા, આ બાર નક્ષત્રો બાર માસને સમાપ્ત કરે છે. આ બાર માસથી નક્ષત્ર સંવત્સર નિષ્પન્ન થાય છે. શ્રાવણાદિ માસ(મહિના) સંવત્સરના અવયવભૂત છે. અવયવમાં અવયવીનો ઉપચાર કરીને શ્રાવણાદિને સંવત્સર કહ્યા છે અને તેથી જ નક્ષત્ર સંવત્સરના ૧ર પ્રકાર કહ્યા છે. યુગ સંવત્સર પ્રકાર:- યુગ સંવત્સરના પાંચ પ્રકાર છે. અહીં ચંદ્ર યુગ સંવત્સરનું કથન છે. સૂર્ય યુગ સંવત્સરના પાંચ પ્રકાર સૂર્ય સંવત્સર જ કહેવાય છે. ચંદ્ર સંવત્સર અને નક્ષત્ર સંવત્સરના અહોરાત્ર સૂર્ય સંવત્સર કરતાં ઓછા છે. એક યુગે ચંદ્ર સંવત્સર અને નક્ષત્ર સંવત્સરનો સૂર્ય સંવત્સર સાથે મેળ કરવા ચંદ્ર માસ, નક્ષત્ર માસને વધારવામાં આવે છે, અભિવન્દ્રિત કરવામાં આવે છે, તેથી તે વધારેલા ચંદ્ર માસ કે નક્ષત્ર માસ અભિવર્ધિત માસ(અધિક માસ) તરીકે ઓળખાય છે. નક્ષત્ર સંવત્સર વ્યવહારમાં પ્રવર્તતું ન હોવાથી તેના અભિવર્તિત માસનો ઉલ્લેખ નથી. પાંચે સૂર્ય સંવત્સર સમાન છે, તેથી સૂત્રકારે સૂત્રમાં ચંદ્ર યુગ સંવત્સરના જ પ્રકાર બતાવ્યા છે.
ચંદ્ર યુગ સંવત્સરમાં પહેલું ચંદ્ર સંવત્સર છે. યુગના પ્રારંભે શ્રાવણ વદ-૧ થી પૂનમની સમાપ્તિ સુધીના ૨૯ દિવસનો એક ચંદ્ર માસ હોય છે અને ૧૨ ચંદ્ર માસનું એક ચંદ્ર સંવત્સર કહેવાય છે. આ જ પ્રમાણે બીજું, ચોથું ચંદ્ર સંવત્સર જાણવું.
ચંદ્ર સંવત્સર ૧૨ માસનું છે. ચંદ્ર માસ ર૯ ૩ દિવસનો છે. ૨૯ ૨ x ૧૨ = ૩૫૪ દિવસનું ચંદ્ર સંવત્સર છે.
યુગનું ત્રીજું અને પાંચમું ચંદ્ર સંવત્સર અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. અભિવર્ધિત યુગ સંવત્સર ૧૩ માસનું હોય છે. પાંચ વર્ષ રૂપ યુગમાં સૂર્ય સંવત્સરની અપેક્ષાએ વિચાર કરતાં, ન્યૂનાધિકતા વિના પાંચ વર્ષ જ હોય છે. સૂર્ય માસ ૩૦થા (309) અહોરાત્ર પ્રમાણ છે અને ચંદ્રમાસ ૨૯ અહોરાત્ર પ્રમાણ છે. સૂર્ય માસ પ્રમાણે ૩૦ માસ પૂર્ણ થાય ત્યારે ચંદ્ર માસ પ્રમાણે ૩૧ ચંદ્ર માસ પૂર્ણ થાય છે. તે એક માસનો જે તફાવત થયો, તે માસને અધિક માસ કહેવામાં આવે છે.