________________
રરઃ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
(૨) ચંદ્ર લક્ષણ સંવત્સર– જે સંવત્સરમાં માસથી વિષમ નામવાળા નક્ષત્ર પૂર્ણિમાના દિવસે ચંદ્ર સાથે યોગ કરતા હોય; ગરમી, ઠંડી, રોગાદિની બહુલતાના કારણે ઋતુ કષ્ટકર હોય; અતિવૃષ્ટિ હોય; આ લક્ષણોથી યુક્ત સંવત્સરને ચંદ્ર સંવત્સર કહે છે.
(૩) કર્મ-ત્રત લક્ષણ સંવત્સર- જે સંવત્સરમાં વિષમકાળે-અકાળે વનસ્પતિ અંકુરિત થાય; કમોસમે વૃક્ષ પર પુષ્પ અને ફળ આવે; યથોચિત વર્ષા ન થાય; આ લક્ષણોથી યુક્ત સંવત્સરને કર્મ-ઋતુ સંવત્સર
(૪) આદિત્ય લક્ષણ સંવત્સર- જે સંવત્સરમાં પૃથ્વી, જળ, પુષ્પ, ફળ વગેરેમાં સૂર્ય યથાર્થ રસ પ્રદાન કરે; વરસાદ થોડો હોવા છતાં પર્યાપ્ત માત્રામાં અનાજ નિષ્પન્ન થાય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને આદિત્ય સંવત્સર કહે છે.
(૫) અભિવર્તિત લક્ષણસંવત્સર- સૂર્યના પ્રચંડ તાપથી ભૂમિ પરિતપ્ત રહે; ઋતુઓનું પરિણમન અત્યલ્પ હોય; નિમ્ન સ્થળો પાણીથી પૂર્ણ રહે, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને અભિવર્ધિત સંવત્સર કહે છે. શનૈશ્વર સંવત્સર :| ६ ता सणिच्छरसंवच्छरे णं अट्ठावीसइविहे पण्णत्ते, तं जहा- अभीई, सवणे जाव उत्तरासाढा । जं वा सणिच्छरे महग्गहे तीसाए संवच्छरेहिं सव्वं णक्खत्तमंडलं समाणेइ। ભાવાર્થ :- શનૈશ્ચર સંવત્સરના અઠ્યાવીસ પ્રકારે છે, તે આ પ્રમાણે છે– અભિજિત, શ્રવણ યાવતું ઉત્તરાષાઢા. શનૈશ્ચર મહાગ્રહ ત્રીસ વર્ષોમાં બધા નક્ષત્રોને પાર કરે છે, તે કાલ શનૈશ્વર સંવત્સર કહેવાય છે. અઠ્યાવીસ નક્ષત્રોને પાર કરે તે અપેક્ષાએ તેના ૨૮ પ્રકાર કહ્યા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભિન્ન-ભિન્ન પ્રકારના સંવત્સરો (વર્ષો)નું વર્ણન છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ વગેરેની ગતિની ભિન્નતા અને પ્રદક્ષિણા પૂર્ણ કરવાના કાળની ભિન્નતાના કારણે તે પ્રત્યેકના ભિન્ન-ભિન્ન સંવત્સર નિર્મિત થાય છે. સંવત્સર નામ :(૧) નક્ષત્ર સંવત્સર:-નક્ષત્રપુ ભવ સંવત્સરો નક્ષત્ર: સંવત્સર: જે વર્ષ નક્ષત્રથી નિર્મિત થાય તેને નક્ષત્ર વર્ષ કહે છે, ચંદ્ર જેટલા સમયમાં, અભિજિત નક્ષત્રથી શરૂ કરી ઉત્તરાષાઢા પર્વતના નક્ષત્રોને પાર કરે, તેને નક્ષત્ર માસ કહે છે અથવા ૨૮ નક્ષત્રના ચંદ્ર સાથેના સહપરિભ્રમણથી નિષ્પન્ન માસને નક્ષત્ર માસ કહે છે. ૧૨ નક્ષત્ર માસનું એક નક્ષત્ર સંવત્સર થાય છે. (૨) યુગ સંવત્સર:-પુ પસંવત્સરાત્મ પાંચ વરસના સમુદાયને એક યુગ કહે છે. સૂત્રકારે અહીં ચંદ્ર સંવત્સરની પ્રધાનતાએ પાંચ ચંદ્રસંવત્સરના સમૂહને યુગ સંવત્સર કહ્યું છે. તે જ રીતે પાંચ સૂર્ય વર્ષના સમુદાયને સૂર્ય યુગ સંવત્સર કહે છે અને પાંચ નક્ષત્ર વર્ષના સમુદાયને નક્ષત્રયુગ સંવત્સર કહે છે. (૩) પ્રમાણ સંવત્સર – માન પ્રથાનત્વાક સંવરચે પ્રમાણનેવામથી તે પ્રમાણ,