________________
પ્રાભૂત-૧૦ : પ્રતિપ્રામૃત-૧૪
विजया य वेजयंति जयंति अपराजिया य इच्छा य । समाहारा चेव तहा, तेया य तहा य अतितेया ॥ २ ॥ देवानंदा णिरई, रयणीणं णामधेज्जाई ॥
૨૧૩
ભાવાર્થ:- આ પંદર રાત્રિઓના(લોકોત્તરિક) પંદર નામ છે, યથા– (૧) ઉત્તમા (૨) સુનક્ષત્રા (૩) એલાપત્યા (૪) યશોધરા (૫) સોમનસા (૬) શ્રી સંભૂતા ||૧|| (૭) વિજયા (૮) વૈજયંતી (૯) જયંતી (૧૦) અપરાજિતા (૧૧) ઇચ્છા (૧૨) સમાહારા (૧૩) તેજા (૧૪) અતિતેજા ।।૨।। (૧૫) દેવાનંદા. અપરનામ નિરતિ. રાત્રિના આ શાસ્ત્ર વર્ણિત પંદર નામ જાણવા.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં એક-એક પક્ષના પંદર-પંદર દિવસ અને રાત્રિના નામોનું કથન છે.
એક પક્ષના દિવસ ઃ– એક પક્ષમાં પંદર દિવસ હોય છે. સામાન્ય રૂપે દિવસ શબ્દ અહોરાત્ર માટે રૂઢ હોવા છતાં અહીં દિવસ રૂપ કાળ વિશેષનું ગ્રહણ કર્યું છે. યદ્યપિ વિવસ શોહોરાત્રે દસ્તથાપિ સૂર્ય પ્રાવત: તિવિશેષયાત્રXહળ, રાત્રિવિના પ્રશ્નસૂત્રાત્રે વિદ્યમાનાત્ । દિવસ શબ્દ અહોરાત્ર માટે ३७ હોવા છતાં રાત્રિનું કથન અલગ સૂત્રથી કર્યું હોવાથી અહીં (અહોરાત્ર અર્થ ન કરતાં) સૂર્ય પ્રકાશ યુક્ત દિવસ અર્થ કર્યો છે.
સૂત્ર કથિત, પક્ષ, દિવસ વગેરેનું કથન કર્મ માસની અપેક્ષાએ સમજવું.
॥ પ્રાભૂત-૧૦/૧૪ સંપૂર્ણ ॥