________________
[ ૨૧૪]
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
દસમું પ્રાભૃતઃ પંદરમું પ્રતિપ્રાભૃત
તિથિનામ
તિથિઓના નામ - | १ ता कहं ते तिही आहिएति वएज्जा ? तत्थ खलु इमा दुविहा तिही पण्णत्ता, तं जहा- दिवसतिही य राईतिही य। ભાવાર્થ - પ્રશ્ન – તિથિઓ કેટલી અને કઈ છે? ઉત્તર– તિથિઓ બે પ્રકારની છે, દિવસ તિથિ અને રાત્રિ તિથિ. | २ ता कहं ते दिवसतिही आहिएति वएज्जा ? ता एगमेगस्स णं पक्खस्स पण्णरस पण्णरस दिवसतिही पण्णत्ता, तं जहा- णंदे भद्दे जए तुच्छे पुण्णे पक्खस्स पंचमी, पुणरवि- णंदे, भद्दे, जए, तुच्छे, पुण्णे पक्खस्स दसमी, पुणरविणंदे, भद्दे, जए, तुच्छे, पुण्णे पक्खस्स पण्णरसी, एवं एए तिगुणा तिहीओ सव्वेसि दिवसाणं । ભાવાર્થ:- પ્રશ્ન- દિવસ તિથિઓ કેટલી છે અને કઈ છે? ઉત્તર- પ્રત્યેક પક્ષમાં પંદર પંદર દિવસ તિથિઓ હોય છે, જેમ કે– (૧) નંદા (૨) ભદ્રા (૩) જયા (૪) તુચ્છા અને (૫) પૂર્ણા. પક્ષની આ પાંચ દિવસ તિથિઓ છે. ફરીથી નંદા (૭) ભદ્રા (૮) જયા (૯) તુચ્છા (૧૦) પૂર્ણા, પક્ષની, આ દસ દિવસ તિથિ છે. ફરીથી (૧૧) નંદા (૧૨) ભદ્રા (૧૩) જયા (૧૪) તુચ્છા અને (૧૫) પૂર્ણા, પક્ષની આ પંદર દિવસ તિથિઓ છે. આ પ્રમાણે પાંચ નામ ત્રિગુણા કરવાથી પંદર તિથિઓ થાય છે. | ३ ता कहं मे राईतिही आहिएति वएज्जा ? ता एगमेगस्स णं पक्खस्स पण्णरस राईतिही पण्णत्ता, तं जहा- उग्गवई, भोगवई, जसवई, सव्वसिद्धा, सुहणामा, पुणरवि-उग्गवई, भोगवई, जसवई, सव्वसिद्धा, सुहणामा, पुणरविउग्गवई, भोगवई, जसवई, सव्वसिद्धा, सुहणामा, एए तिगुणा तिहीओ सव्वेसिं રાળ | ભાવાર્થ:- પ્રશ્ન- રાત્રિ તિથિઓ કેટલી અને કઈ છે? ઉત્તર–પ્રત્યેક પક્ષમાં પંદર-પંદરરાત્રિતિથિઓ હોય છે, યથા
(૧) ઉગ્રવતી (૨) ભોગવતી (૩) યશવતી(યશોમતી) (૪) સર્વસિદ્ધા (૫) શુભનામા; ફરીથી(૬) ઉગ્રવતી (૭) ભોગવતી (૮) યશવતી (૯) સર્વસિદ્ધા (૧૦) શુભનામા; ફરીથી– (૧૧) ઉગ્રવતી (૧૨) ભોગવતી (૧૩) યશવતી (૧૪) સર્વસિદ્ધા (૧૫) શુભનામા; આ પ્રમાણે પાંચ નામ ત્રિગુણિત કરવાથી સર્વ(પંદર) રાત્રિઓની પંદર તિથિઓ થાય છે.