________________
પ્રાભૂત-૧૦ઃ પ્રતિપ્રાભૃત-૧૩
૨૧૧ |
'દસમું પ્રાભૃત: તેરમું પ્રતિપ્રાભૃત
મુહૂર્ત નામા
મુહુર્તાનાં નામ :| १ ता कहं ते मुहुत्ताणं णामधेज्जा आहिएति वएज्जा ? एगमेगस्स णं अहोरत्तस्स तीसं मुहुत्ता पण्णत्ता, तं जहा
रोद्दे सेए मित्ते वाउ सुपीए तहेव अभिचंदे । माहिंद बलव बंभे बहुसच्चे चेव ईसाणे ॥१॥ तढे य भावियप्पा वेसमाणे वारुणे य आणंदे । विजए य वीससेणे पायावच्चे चेव उवसमे य ॥२॥ गंधव्व अग्गिवेसे सयरिसहे आयवं च अममे य ।
अणवं च भोमे रिसहे सव्वढे रक्खसे चेव ॥३॥ ભાવાર્થ -પ્રશ્ન-મુહૂર્તોના ક્યા નામ છે? ઉત્તર- પ્રત્યેક અહોરાત્રના ત્રીસ મુહૂર્ત છે, જેમ કે– (૧) રુદ્ર (૨) શ્રેયાન (૩) મિત્ર (૪) વાયુ (૫) સુપ્રિત (૬) અભિચંદ્ર (૭) મહેન્દ્ર (૮) બલવ (૯) બ્રહ્મ (૧૦) બહુસત્ય (૧૧) ઈશાન llall
(૧૨) ત્વષ્ટા(સૃષ્ટા) (૧૩) ભાવિતાત્મા (૧૪) વૈશ્રમણ (૧૫) વારુણ (૧૬) આનંદ (૧૭) વિજય (૧૮) વિશ્વસેન (૧૯) પ્રજાપત્ય (૨૦) ઉપશમ //રા.
(ર૧) ગંધર્વ (રર) અગ્નિવેશ (૨૩) શતવૃષભ (૨૪) આતપ(વાન) (૨૫) અમમ (૨૬) ઋણવાન (૨૭) ભૌમ (૨૮) વૃષભ (ર૯) સર્વાર્થ (૩૦) રાક્ષસ ફll વિવેચનઃ
પ્રસ્તુત ત્રણ ગાથા દ્વારા ત્રીસ મુહૂર્તના નામનું પ્રતિપાદન કરેલ છે. પ્રત્યેક અહોરાત્રના ૩૦ મુહૂર્ત હોય છે. આ મુહૂર્તની ગણના સૂર્યોદયથી ક્રમશઃ થાય છે. મધ્યવર્તી બારથી અઢાર પર્વતના છ મુહૂર્તની ગણના ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે દિવસમાં અને ૧૮ મુહૂર્તની રાત્રિ હોય ત્યારે રાત્રિમાં (તેની ગણના) થાય છે. શ્રી સમવાયાંગ સૂત્રના ત્રીસમા સમવાયમાં ત્રીસ મુહૂર્તના ત્રીસ નામનું કથન છે. ત્યાંના ત્રીસ નામના ક્યાંક ક્યાંક ક્રમમાં તફાવત છે.
| પ્રાભૃત-૧૦/૧૩ સંપૂર્ણ